ચહેરા પર રોબ, ચાલ બેખૌફ, કમાઠીપુરાના લોકોને ન્યાય અપાવવા આવી રહી છે ગંગુબાઇ Alia Bhatt, Gangubai Kathiawadi Trailer રિલીઝ....
ટ્રેલરની વાત કરીએ તો આની શરૂઆત આલિયાની સ્પીચ આપવાથી થાય છે. જ્યાં તે કાગળમાં જોઇને વાંચવાનુ શરૂ કરી દે છે, પણ પહેલા શબ્દ બાદ જ તે ફાડીને ફેંકી દે છે.
Gangubai Kathaiwadi Trailer Out: આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ના ફેન્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હતા, હવે તેમનો ઇન્તજાર ખતમ થઇ ગયો છે. આ ફિલ્મ આ મહિને રિલીઝ થઇ રહી છે. સંજય લીલા ભંસાળી (Sanjay Leela Bhansali)ના ડાયરેક્શનમાં બનેલી ગંગુબાઇ કાઠિયાવાડીનુ ટ્રેલર આજે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ટ્રેલરમાં આલિયા ભટ્ટ પોતાના ધાકડ અંદાજમાં દેખાઇ રહી છે. આલિયાએ ફિલ્મ રેડમાં લાઇટ એરિયા કમાઠીપુરાની ગંગુબાઇનો રૉલ નિભાવ્યો છે. તેની સાથે ફિલ્મમાં અજય દેવગન ડૉનની ભૂમિકામાં દેખાશે.
ટ્રેલરની વાત કરીએ તો આની શરૂઆત આલિયાની સ્પીચ આપવાથી થાય છે. જ્યાં તે કાગળમાં જોઇને વાંચવાનુ શરૂ કરી દે છે, પણ પહેલા શબ્દ બાદ જ તે ફાડીને ફેંકી દે છે. ત્યારબાદ તે પોતાની કહાની સંભળાવે છે. તે પોતાના સંઘર્ષ વિશે બતાવે છે. ત્યારબાદ થાય છે ડૉન કરીમ લાલા (Ajay Devgn)ની એન્ટ્રી, આ પછીથી શરૂ થઇ જાય છે ગંગુબાઇની સમાજમાં ઇજ્જત મેળવવાની લડાઇ.
ટ્રેલરમાં ગંગુબાઇને પોતાના હક માટેની લડાઇમાં બતાવવામાં આવી છે. ગંગુબાઇ ઠાની લે છે કે તે પોતાના બાળકોને શિક્ષણનો હક અપાવીને રહેશે. સાથે જ સમાજમાં માણસની જેમ જીવવાનો હક લઇને જ રહેશે. તે પોતાની લડાઇ લડવા માટે રાજનીતિમાં આવવાની કોશિશ કરે છે, વળી તેની વિરુદ્ધ વિજય રાજ (Vijay Raaz) જે તેને રોકવાની કોશિશ કરતો દેખાઇ રહ્યો છે.
ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે અજય દેવગન અને વિજય રાજ મુખ્ય ભૂમિકામાં દેખાઇ રહ્યાં છે. ટ્રેલરમાં આલિયાનો રૉલ દમદાર રીતે દેખાઇ રહ્યો છે. આ ફિલ્મ આગામી 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.
આ પણ વાંચો......
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ
IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ
Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............
સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત