તેણે જણાવ્યું કે, શાહરૂખ તેને દરેક સમયે મદદ કવા તૈયાર હોય છે. ગૌરીની આ સફળતા પર શાહરૂખે સોશિયલ મીડિયા પર તેના વખાણ કર્યા છે. તમને જણાવીએ કે શાહરૂખ અને ગૌરી ખાનને ત્રણ સંતાન છે. આર્યન (21 વર્ષ), સુહાના (18 વર્ષ) અને અબરામ (5 વર્ષ)નો છે. શાહરૂખની જેમ જ ગૌરી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
2/4
તેની મહેનતને જોતા જ મેગેઝીને તેને 50 મોસ્ટ પાવરફુલ મહિલા, બિઝનેસમેનની યાદીમાં સામેલ કરી છે. એવોર્ડ ફંકશન્સમાં સન્માનિત થયા બાદ ગૌરી ખાને પોતાની મહેનત અને સફળતાની કહાની ત્યાં હાજર લોકો સાથે શેર કરી. ગૌરી કહે છે કે, કેવી રીતે તેણે નાના પાયે કામ શરૂ કર્યું હતું અને આજે તે ઇન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં ઘણી આગળ નીકળી ગઈ છે.
3/4
ગૌરી ખાનની સફળતા પર તેના પતિ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કર્યા છે. ગૌરી ખાન એક સુપરસ્ટારની પત્ની હોવાની સાથે સાથે જાણીતી ઇન્ટીરિયર ડિઝાઈનર પણ છે. તેની ફર્મ ગૌરી ખાન ડિઝાઈન તમામ સેલિબ્રિટીઝના ઘર અને રેસ્ટોરન્ટન્સનું ઇન્ટીરિયર ડિઝાઈન કરી ચૂકી છે. તેની સાથે જ તેની ફર્મ લોકલ ડિઝાઈનર્સ અને અનેક જાણીતી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ સાથે ટાઈઅપ કરી ચૂકી છે.
4/4
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન બોલિવૂડમાં એક અલગ ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેની ઇન્ટરિયર ડિઝાઇનર પત્ની ગૌરી ખાન પણ પોતાના ક્ષેત્રમાં મોટું નામ કમાઈ ચૂકી છે. તે પોતાના બિઝનેસ આગળ વધારવા માટે દિવસ રાત મહેનત કરે છે. હાલમાં જ તેને ફોર્ચ્યૂન ઇન્ડિયા મેગેઝીનની 50 મોસ્ટ પાવરફુલ મહિલા, બિઝનેસમેનની યાદીમાં સ્થાન મળ્યું છે. તમામ મહિલાઓને સન્માનીત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.