નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર્સ જ્યારે કોઈ ઈવેન્ટમાં પહોંચે છે તો ત્યાં હાજર ફેન્સ સીટિઓ વગાડી સ્વાગત કરે છે પરંતુ જ્યારે એક ઈવેન્ટ દરમિયાન ધાર્મિક સાધ્વી રાધે માં પહોંચી તો કઈંક આવું જ જોવા મળ્યું. વિવાદિત સાધ્વી કોઈ સત્સંગ કે ધાર્મિક સ્થાન પર નહીં પરંતુ ટ્રેલર લોન્ચિંગમાં આવી હતી.આ વખતે તેણે કાળા ચશ્મા પહેર્યા હતા.
2/5
રાધે માંની લોકપ્રિયતા દેશના અનેક રાજ્યોમાં છે. અંધવિશ્વાસ પર બનેલી ફિલ્મ ઓહ માય ગોડમાં પણ તેના જેવું જ પાત્ર દેખાડવામાં આવ્યું છે.
3/5
રાધે માંને લઈ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
4/5
‘રાધે માં’ પર બનનારી વેબ સારિઝ ‘રાહ દે માં’નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. જેમાં તેના જીવનમાં આવેલા અનેક ઉતાર ચઢાવ હશે. ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી સ્ટાર્સની એક્ટિવિટીની માહિતા આપનારાં વિરલ ભાયાણીએ ફોટા શેર કરીને લખ્યું, ‘આ કોઈ સત્સંગ નહીં પરંતુ ટ્રેલર લોન્ચિંગ દરમિયાનની તસવીર છે. રાધે માને એરપોર્ટ પર જોતાં જ ઘણી ભીડ એકઠી થઈ હતી. અનેક ટીવી સેલેબ્સ અને વૃદ્ધોએ તેના ચરણ સ્પર્શ કર્યા અને ઘણું સન્માન આપ્યું. પરંતુ અમારા માટે તે હજુ પણ એક રહસ્યમય મહિલા છે.’
5/5
હાલ રાધે માંની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનેક વખત વિવાદમાં આવેલી રાધે માં પર ટૂંક સમયમાં જ વેબ સીરિઝ રિલીઝ થનારી છે. આ વેબ સીરિઝનું નામ ‘રાહ દે મા’ (Raah De Maa) હશે.