Golden Globe Awards 2023: 'નાતું નાતું' માટે એવોર્ડ જીત્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ, ચિરંજીવીથી લઈને કિયારા અડવાણીનું રીએક્શન
Golden Globe Awards 2023: અનુષ્કા શેટ્ટીથી લઈને હુમા કુરેશી અને ચિરંજીવી સુધી, ઘણા પ્રતિષ્ઠિત ચહેરાઓએ RRRની સફળતા પર તેમની ખુશી વ્યક્ત કરી છે.
Bollywood And South Stars Reaction On RRR Song Achievement: RRRની સફળતાની વાર્તા કોઈનાથી છુપાયેલી નથી. આ ફિલ્મનો પડઘો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023માં પણ સંભળાયો છે. ફિલ્મ RRR ના ગીત 'નાતુ-નાતુ'ને વર્ષ 2023 માટે ધમાકેદાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મ આરઆરઆરને પણ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં સફળતા પછી ફિલ્મની સ્ટાર કાસ્ટ અને નિર્દેશક આનંદથી ઝૂમી ઉઠયા છે. આ સાથે તેઓને બોલિવૂડ અને ચાહકો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
'નાતું નાતું' માટે એવોર્ડ જીત્યા બાદ અનેક વીડિયો વાયરલ
આ જીતની ક્ષણના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. સ્ટારકાસ્ટના ચહેરા પર ખુશીનો આ લુક જોઈને સોશિયલ મીડિયા પર માત્ર અને માત્ર RRRની જ ચર્ચા થઈ રહી છે. આ ગીતની સફળતા પર ઘણા બોલિવૂડ સેલેબ્સે ખુશી વ્યક્ત કરી છે. કેટલાકે રામચરણની પોસ્ટ પર કોમેન્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે તો કેટલાકે તેમની સફળતા પર ખાસ પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. રામ ચરણની પોસ્ટ પર કમેન્ટ કરતાં અભિનેત્રી કિયારા અડવાણીએ ઈમોજી બનાવીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
View this post on Instagram
View this post on Instagram
અનેક દિગ્ગજ સ્ટાર્સ અને ચાહકો આપી રહ્યા છે શુભકામના
તો આ તરફ બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું- એન્ડ ઈટ બિસિંગ... #natunatu..
Anddddd it begins… #NaatuNaatu #RRR yaaay 🇮🇳 #GoldenGlobes2023 @ssrajamouli @Shobu_ @ssk1122 @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/0yDIrGNC4A
— Huma Qureshi (@humasqureshi) January 11, 2023
સાઉથ સિનેમાના દિગ્ગજ ચિરંજીવીએ ટ્વિટ કરીને લખ્યું - કેટલી અદ્ભુત ઐતિહાસિક સિદ્ધિ... ગોલ્ડન ગ્લોબ્સ બેસ્ટ ઓરિજિનલ સોંગ
What a Phenomenal, Historic Achievement !!!! 👏👏👏👏
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
Golden Globes Best Original Song - Motion Picture Award to @mmkeeravaani garu !! Take a Bow!🙏
Heartiest Congratulations Team @RRRMovie & @ssrajamouli !!
India is proud of you! 🎉🎉 #NaatuNaatu 🕺🕺 pic.twitter.com/gl7QjMkJtZ
અનુષ્કા શેટ્ટીએ સ્ટારકાસ્ટના ફોટોનો કોલાજ બનાવીને શેર કર્યો, લખ્યું - હું ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવી રહી છું...
એસએસ રાજામૌલીની તસવીર શેર કરતા આર્ય સુકુએ લખ્યું- મારો હીરો
આલિયા ભટ્ટે પોતાની સ્ટોરીમાં હાર્ટ ઇમોજી શેર કરીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે..