Ranbir Kapoor Birthday: બૉલીવુડના ચૉકલેટી બૉય રણબીરનો આજે છે 40મો જન્મદિવસ, જાણો અજાણી વાતો.....
બૉલીવુડના ચૉકલેટી બૉય તરીકે જાણીતા એક્ટર રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1982માં મુંબઇમા થયો હતો, રણબીર કપૂરનુ ફેમિલી આખુ બૉલીવુડના સ્ટાર ફેમિલી ગણાય છે.
Happy birthday Ranbir Kapoor: બૉલીવુડની સ્ટાર એક્ટરના લિસ્ટમાં સામેલ રણબીર કપૂર આજે પોતાની પત્ની અને પરિવાર સાથે પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહ્યો છે. તાજેતરમાં જ રણબીર કપૂરે એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે હવે પર્સનલ લાઇફ પણ ચર્ચામાં છે. પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના હીટ થયા બાદ રણબીર કપૂર ખુબ ખુશ છે, અને આજે પોતાનો જન્મ દિવસે સેલિબ્રેટ કરી રહ્યો છે.
બૉલીવુડના ચૉકલેટી બૉય તરીકે જાણીતા એક્ટર રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1982માં મુંબઇમા થયો હતો, રણબીર કપૂરનુ ફેમિલી આખુ બૉલીવુડના સ્ટાર ફેમિલી ગણાય છે. તેના પિતા ઋષિ કપૂર અને માતા નીતૂ સિંહ પણ એક સ્ટાર એક્ટર હતા, રણબીર કપૂરને એક બહેન છે જેનુ નામ સિદ્ધિમા કપૂર સહાની છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ વર્ષે જ લગ્ન કરી લીધા છે.
રણબીર કપૂરે એક્ટિંગના દમ પર બનાવ્યો દબદબો -
બૉલીવુડની સિલ્વર સ્ક્રિન પર 'સાવરિયા' બનીને આવેલા ઋષિ કપૂર અને નીતૂ કપૂરના પુત્ર રણબીર કપૂરે બધાના દિલમાં બૉલીવૂડના 'રોકસ્ટાર' બનીને સમાઈ ગયો હતો. તેને 'સાવરિયા'થી લઇને 'સંજુ' જેવી સુપરહીટ ફિલ્મો આપી હતી. હવે તેની યશ કલગીમાં વધુ એક સુપરહીટ ફિલ્મ બ્રહ્માસ્ત્રનો સમાવેશ થઇ ગયો છે. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂરના ઓપૉઝિટ તેની પત્ની આલિયા ભટ્ટે લીડ રૉલ કર્યો છે.
આ ઉપરાંત પણ આપી ઘણી સારી ફિલ્મો -
રણબીર કપૂર કેરિયરમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે, તેને ઘણી સારી ફિલ્મો કરી છે. જેમ કે, 'બેશરમ', 'રૉય', 'બોમ્બે વેલ્વેટ'... જોકે, આ ફિલ્મ ઓછી ચાલી હતી. પરંતુ બાદમાં તેણે 2007માં આવેલી ફિલ્મ 'સાવરિયા' માં અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ કરી જેના માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
જેના બાદ તેઓએ 'વેક અપ સિડ', 'અજબ પ્રેમ કી ગજબ કહાની', 'રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર' જેવી ફિલ્મોમાં કામ કરીને પ્રસિદ્ધી મેળવી. આ ફિલ્મોમાં કામ કરીને તેમની એક્ટિંગ માટે રણબીરને ફિલ્મફેયર દ્વારા શ્રેષ્ઠ અભિનેતા (વિવેચક) એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી ફિલ્મ 'રાજનીતી' (2010) માં તેમણે એક ઉભરતા રાજકારણીની ભૂમિકા ભજવી જેણે રણબીરને બોલીવુડમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે સંપૂર્ણ રીતે સ્થાપિત કરી દીધો.
અભિનેતાએ પોતાના કરિયરમાં કેટલીયે હિટ ફિલ્મો આપી છે જેણે તેમની સાવરિયાને લઈને લવર બોયની ઈમેજ બદલીને વર્સેટાઈલ એક્ટરની કરી દીધી. 'રોકસ્ટાર', 'બર્ફી', 'તમાશા', 'એ દિલ હૈ મુશકિલ', 'યે જવાની હૈ દિવાની' અને 'અંજાના અંજાની' એવી કેટલીક ફિલ્મો છે જેણે રણબીર કપૂરને તેના સમયના અભિનેતાઓની લીગમાં સૌથી આગળ બનાવ્યો છે અને તેની સાથે તેમણે તેને વર્સેટાઈલ એક્ટર્સની શ્રેણીમાં પણ આગળ કરી દીધો.