આ પાવર કપલની પ્રથમ મુલાકત ત્યારે થઈ જ્યારે એલેઝેન્ડ્રા નાની હતી. એકટરે તેના બિઝનેસમેન પિતા પાસેથી બોટ માગી હતી. ત્યાર બાદતે એલેઝેન્ડ્રાને 2014માં ઈટલીમાં મળ્યા હતા.
2/6
બન્નેના વિચારમાં ઘણી સમાનતા છે. બન્ને કર્મામાં વિશ્વાસ કરે છે. આ જ વિચારધારા તેને વધારે નજીક લઈ આવી. બન્નેને હરવું ફરવું અને સમાજ માટે કામ કરવું વધારે પસંદ છે.
3/6
વિતેલા વર્ષે ડિસેમ્બરમાં બન્નેની સગાઈ કરવાની અહેવાલ હતા. 2015માં રિચર્ડની ફિલ્મ ટાઈમ આઉટ ઓફ માઈન્ડના પ્રીમિયર દરમિયાન બન્ને સત્તાવાર સાથે આવ્યા હતા.
4/6
આ રિચાર્ડ ગેરેના ત્રીજા લગ્ન છે. જ્યારે એલેઝેન્ડ્રા સિલ્વાના બીજા લગ્ન છે. જણાવીએ કે, હોલિવૂડ આઈકન રિચર્ડે સુપરમોડલ સિંડી ક્રાફોર્ડ સાથે લગ્ન કર્યા હતા, જે 5 વર્ષ ચાલ્યા હતા. બાદમાં મોડલ કેરી લોવેલ સાથે લગ્ન કર્યા હતા, જે 15 વર્ષ ચાલ્યા હતા. તેના લગ્નથી તેને એક દીકરો પણ છે.
5/6
બન્નેએ 6 મેના રોજ ન્યૂયોર્ક સ્થિત ઘરમાં પરિવારની સાથે પાર્ટી કરવાની યોજના બનાવી છે. એક ઇન્ટરવ્યૂમાં લગ્ન વિશે વાત કરાતં રિચર્ડે કહ્યું કે, જેવી ખુશનુમા અને શાનદાર જીવન જીવવા ઇચ્છતો હતો એવું જીવી રહ્યો છું. જ્યારે તેની પત્નીએ કહ્યું કે, તે ભવિષ્યમાં ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહી છે.
6/6
નવી દિલ્હીઃ અમેરિકન એક્ટર રિચર્ડ ગેરેએ પોતાની લોંગ લાઈફ ગર્લફ્રેન્ડ એલેઝેન્ડ્રા સિલ્વાની સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા છે. 3 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ આ કપલે લગ્ન કરી લીધા છે. જણાવીએ કે, બન્નેની ઉંમરમાં ઘણો તફાવત છે. રિચર્ડ 68 વર્ષના છે તો એલેઝેન્ડ્રા 35 વર્ષની છે.