ટાઇટેનિકનો હીરો બૉલીવુડની આ હીરોઇન પર થયો ફિદા, એક્ટ્રેસે કહ્યું- તેને મને ટેલેન્ટેડ ગણાવી ને પછી.............
બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ કાન્સ 2022ના અનુભવો વર્ણવ્યા હતા. તેને આઇએએનએસ સાથે વાત કરતા બતાવ્યુ કે, તેનુ અમેરિકન એક્ટર સાથે મળવાનુ એક સપનુ સાચુ થવા જેવુ લાગ્યુ હતુ.
મુંબઇઃ તાજેતરમાં જ કાન્સ ફેસ્ટિવલ 2022 પુરો થયો છે, આમાં કેટલીય ભારતીય અભિનેત્રીઓએ ભાગ લીધો હતો અને કાન્સમાં પોતાનો જલવો બિખેર્યો હતો. ઉર્વશી રૌતેલા પણ આ ફેસ્ટિવલમાં પહોંચી હતી, જોકે હવે ઉર્વશીએ એક મોટો દાવો કર્યો છે કે હૉલીવુડ સ્ટાર લિયૉનાર્ડો ડિકૈપ્રિયોએ કાન્સ 2022માં તેના એક ટેલેન્ટેડ એક્ટ્રેસ કહીને વખાણ કર્યા હતા, અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જોકે, ઉર્વશી રૌતેલાની આ વાત હવે લોકોને ગળે નથી ઉતરતી અને સોશ્યલ મીડિયા પર તેને જુઠ્ઠી એક્ટ્રેસ કહીને ટ્રૉલિંગ કરી રહ્યાં છે.
બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ કાન્સ 2022ના અનુભવો વર્ણવ્યા હતા. તેને આઇએએનએસ સાથે વાત કરતા બતાવ્યુ કે, તેનુ અમેરિકન એક્ટર સાથે મળવાનુ એક સપનુ સાચુ થવા જેવુ લાગ્યુ હતુ. તે કહે છે કે લિયૉનાર્ડો ડિકૈપ્રિયો દ્વારા પ્રસંશા કરાયા બાદ હું ગભરાઇ ગઇ હતી. શબ્દો ઓછા પડી રહ્યાં હતા. હું બહુજ ભાવુક હતી અને પોતાની આંખોમાં ખુશીના આંસુ અનુભવી રહી હતી.
જોકે, ઉર્વશીના આ દાવા બાદ સોશ્યલ મીડિયા પર તેની જોરદાર ટ્રૉલિંગ થવા લાગી હતી. લોકો તેને આ મામાલે એકદમ જુઠ્ઠુ ગણાવી રહ્યાં હતા. એક યુઝરે કૉમેન્ટમાં લખ્યું- લિયૉનાર્ડોને યકીનન ઉર્વશી રૌતેલાની વર્જિન ભાનુપ્રિયા, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટૉરી 4, પાગલપંતી જેવી ફિલ્મોમાં શાનદાર પરફોર્મન્સ જોયુ હશે. વળી, કેટલાય લોકો કહી રહ્યાં છે કે, લિયૉનાર્ડો આ વર્ષે કાન્સમાં સામેલ થયો જ નથી, કેમ કે તેની કોઇ તસવીર સામે નથી આવી.
આ પણ વાંચો......
Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?
IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?
અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત