93 વર્ષીય ઓમ પ્રકાશે ડાયરેક્ટર તરીકે આખિર ક્યૂં, આપ કી કસમ, આઈ મિલન કી બેલા, આયા સાવન ઝૂમકે, આયે દિન બહાર કે, આદમી ખિલૌના હૈ જેવી ફિલ્મો બનાવી હતી.
2/5
જે ઓમ પ્રકાશનો જન્મ 24 જાન્યુઆરી 1927ના રોજ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. ડાયરેક્ટર તરીકે તેમની પ્રથમ ફિલ્મ આપકી કસમ હતી. જે 1974માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને મુમતાઝે એક્ટિંગ કર્યું હતું. ફિલ્મની ગીત ‘જય જય શિવશંકર’ અને ‘કરવટેં બદલતે રહે રાત દિન હમ’ આજે પણ લોક જીભે રમે છે. ઓમ પ્રકાશની એકમાત્ર દીકરી પિંકી રાકેશ રોશનની પત્ની છે.
3/5
રિતિકની પત્ની સુઝાન પણ બંને બાળકો સાથે આવી હતી.
4/5
અભિનેતા રિતિક રોશનના નાના અને બોલીવુડના જાણીતા ડાયરેક્ટર જે ઓમ પ્રકાશનું નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા. તેમના નિધનની જાણકારી એક્ટર દીપક પરાશરે ટ્વિટર એકાઉન્ટથી આપી હતી. નાનાના નિધનની ખબરથી દુઃખી રિતિક રોશનની બહેન સુનૈના રોશન અંતિમ દર્શન વખતે ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી.
5/5
ડાયરેક્ટર જે ઓમ પ્રકાશના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. ડાયરેક્ટર ઓમ પ્રકાશને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલીવુડના અનેક સિતારા પહોંચ્યા હતા. બિગ બી તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે તેમના ઘરે પહોંચ્યા હતા. ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, પ્રેમ ચોપડા, પણ તેમના અંતિમ દર્શને પહોંચ્યા હતા.