શોધખોળ કરો
Advertisement
કંગના વિરૂદ્ધ ઋત્વિક રોશન ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવશે નિવેદન, ક્વિને કહ્યું, ‘હું ક્યાંથી ક્યાં પહોંચી ગઇ પરંતુ મારો સિલી એક્સ....
કંગના રનૌત અને ઋત્વિક રોશનની વચ્ચે એકવાર ફરી વિવાદ શરૂ થઇ ગયો છે. ઋત્વિક રોશન તેના વિરૂદ્ધમાં પોલીસને નિવેદન આપવા જઇ રહ્યાં છે. જો કે કંગનાએ તેના એકશન સામે કંઇક આવું નિવેદન આપ્યું છે.
કંગના રનૌત અને ઋત્વિક રોશનની વચ્ચે એકવાર ફરી વિવાદ શરૂ થઇ ગયો છે. ઋત્વિક રોશન તેના વિરૂદ્ધમાં પોલીસને નિવેદન આપવા જઇ રહ્યાં છે. આ ઘટનાની પ્રતિક્રિયા આપતા કંગનાએ કહ્યું કે, ‘સિલિ એક્સ’
ઋત્વિક રોશને કંગના સામે ફરી પોલીસમાં નિવેદન નોંધાવવાની વાત કરતા કંગનાએ કહ્યું કે, ‘દુનિયા ક્યાની ક્યાં પહોંચી ગઇ પરંતુ મારો સિલી એક્સ હજું એ જ વળાંકે ઉભો છે પરંતુ સમય ફરી એ જ નથી આવવાનો’
ફરી ચર્ચામાં કંગના-ઋત્વિકનો વિવાદ
છેલ્લા થોડા દિવસથી કંગના અને ઋત્વિકની વચ્ચે ફરી વિવાદ શરૂ થઇ ગયો છે. વિવાદની શરૂઆત એક કેસના કારણે થઇ છે. જેમાં બોગસ ઇમેઇલ આઇડી દ્રારા કાવતરૂ ઘડવાનો પ્લાન છે. વર્ષ 2013 અને 14માં કંગનાને બોગસ ઇ મેઇલ આઇડી દ્વારા મેઇલ કરવામાં આવ્યા હતા.આ કેસ હવે મુંબઇ પોલીસ ક્રિમિનલ ઇન્ટિલિજન્સ યુનિટને સોંપવામાં આવ્યો છે.
ઋત્વિક રોશન પોલીસમાં આપશે નિવેદન
ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દે ઋત્વિક રોશનને નિવેદન આપવા માટે બોલાવ્યો છે. તેઓ શનિવારે 11 વાગ્યે આ કેસ મુદ્દે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં નિવેદન નોંધાવશે. આ ઘટના બાદ કંગનાએ ટવિટ કરીને ઋત્વિક રોશનને સિલી એક્સ કહયું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના પાસે અનેક પ્રોજેક્ટ છે. થલાઇવીમાં કંગના પૂર્વ સીએમ જયલલિતા કિરદારમાં જોવા મળશે. તો નવી એક્શન થ્રીલર ધાકડમાં કંગના શાનદાર સીક્વન્સ કરતી જોવા મળશે. આ સિવાય ફિલ્મ તેજસમાં તે એક એરફોર્સ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.Duniya kahan se kahan pahunch gayi magar mera silly ex abhi bhi waheen hai usi modh pe jahan yeh waqt dobara laut ke nahi jane wala ... ???? https://t.co/wEMxFCBK3n
— Kangana Ranaut (@KanganaTeam) February 26, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement