શોધખોળ કરો
અનુષ્કાએ એક્સેપ્ટ કરી વિરાટ કોહલીની આ ચેલેન્જ, શેર કર્યો વીડિયો
1/5

વિરાટ કોહલીએ બુધવારે કેંદ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ફિટનેસ ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી અને પોતાનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્શન પર વિરાટે લખ્યું કે, “હું રાજ્યવર્ધન સરની ફિટનેસ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું અને હું મારી પત્ની અનુષ્કા, પ્રધાનમંત્રી મોદી અને ધોની ભાઈને ચેલેંજ કરું છું.”
2/5

જણાવી દઈએ કે ફિટનેસ ચેલેન્જની શરૂઆત રાજ્યવર્ધન સિંહે પોતાના ટ્વિટર હેંડલ પર એક વર્કઆઉટ વીડિયો શેર કરીને કરી હતી. આ ચેલેંજ હેઠળ કામ કરતાં કરતાં પોતાને ફિટ રાખીને સામેવાળાને ચેલેંજ કરવાની હોય છે. અને જે પણ આ ચેલેંજ એક્સેપ્ટ કરે છે તે બીજાને પણ આ જ ચેલેંજ આપે છે.
3/5

અનુષ્કાએ હવે આ ચેલેન્જ વરુણ ધવન, સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલને આપી છે. વિરાટે પ્રધાનમંત્રી મોદી અને ધોનીને ચેલેન્જ આપી છે. PMએ ચેલેન્જ સ્વીકારી છે પણ હજુ કોઈ વીડિયો સામે નથી આવ્યો.
4/5

વિરાટની આ ચેલેન્જ પત્ની અનુષ્કાએ સ્વીકારી અને એક વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. અનુષ્કાએ લખ્યું કે, “હું તારી ફિટનેસ ચેલેંજ એક્સેપ્ટ કરું છું અને હવે હું મારું મનગમતું વર્કઆઉટ કરીશ. આશા છે કે તમે ટ્રાય કરશો.”
5/5

નવી દિલ્હીઃ કેન્દ્રીય રમત પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોરે દેશમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’નો નારો આપ્યો અને તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કરતાં હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ચેલેન્જ માટે ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી, બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલને નોમિનેટ કરી હતી.
Published at : 25 May 2018 07:34 AM (IST)
View More





















