રજતની આ ટ્વિટ પર ટ્વિટર યૂઝર્સનાં અલગ અલગ રિએક્શન તાં. કેટલાંકે તેને નિર્દોશ સમજીને તેનો પક્ષ લીધો તો ત્યાં કેટલાંક લોકોએ તેનાં વ્યવહાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. લક્ષ્ય મિત્તલ નામનાં એક યૂઝરે લખ્યુ કે, આપ પર ત્રણ મહિલાઓએ આરોપ લગાવ્યો છે. ન જાણે આવી કેટલીયે હશે. આ આપને એક 'સીરિયલ હૈરેસર' બનાવે છે.
2/3
કપૂરે લખ્યુ છે કે, 'મે મારા જીવનમાં હમેશા પ્રયાસ કર્યા છે કે હું એક સભ્ય પુરૂષ બનીને રહુ અને તે જ કરુ જે સાચુ છે. જોકે, જો મારા કોઇ એક્શન કે શબ્દોથી કોઇને તકલીફ થઇ છે તો હું આ બદલ માફી માંગવા ઇચ્છુ છું. હું દુખી છુ કે મારા કારણે કોઇને તકલીફ થઇ છે. મારા માટે મારા કામથી વધુ જો કંઇ મહત્વનું છે તો તે છે એક સારો વ્યક્તિ બનવું. હું તેનાં માટે વધુને વધુ પ્રયાસ કરીશ.'
3/3
મુંબઈઃ બોલિવૂડ એક્ટર નાના પાટેકર, નિર્દેશક વિકાસ બહલ અને લેખક ચેતન ભગત બાદ હવે એક્ટર રજત કપૂર પર એક મહિલાએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. એક પત્રકારે આરોપ લગાવ્યો કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન રજત કપૂરે તેના કહ્યું હતું કે, તેનો અવાજ જેટલો સેક્સી છે શું તે દેખાવે પણ એવી જ છે. આ ઘટના બાદ રજત કપૂરે તેનાં ટ્વિટર દ્વારા માફી માંગી છે.