ઇન્ડિયન આઇડલ પવનદીપ-અરૂણિતાનો ફેક રોમાન્સ જોઇ ભડક્યાં ફેન્સ, કહ્યું, ‘શરમ કરો’
અપકમિંગ એપિસોડમાં પણ બંને વચ્ચે એક રોમેન્ટિંક સેગમેન્ટને ક્રિએટ કરવામાં આવશે, જો કે ખાસ વાત તો એ છે કે, ખુદ પવનદીપ અને અરુણિતા આ બધું જ નાટક કરવા માટે બિલકુલ જ ઇચ્છુક નથી દેખાતા.
ઇન્ડિયન આઇડલ:અપકમિંગ એપિસોડમાં પણ બંને વચ્ચે એક રોમેન્ટિંક સેગમેન્ટને ક્રિએટ કરવામાં આવશે, જો કે ખાસ વાત તો એ છે કે, ખુદ પવનદીપ અને અરુણિતા આ બધું જ નાટક કરવા માટે બિલકુલ જ ઇચ્છુક નથી દેખાતા. તેમના એક્સપ્રેશન જ બધુ જ નાટક ખુલ્લુ કરી દે છે.
સોની ટીવીનો ઇન્ડિયન આઇડલ શો સુપર હિટ શો છે. અપકમિંગ વીકએન્ડ એપિસોડમાં રીના દત્ત ગેસ્ટ હશે. જો કે ઇન્ડિયન આઇડલે હવે ફેક કન્ટેન્ટ આપવાની હદને જાણે પાર જ કરી દીધી છે. આદિત્ય નારાયણ અને નેહા કક્કડના ફેક રોમાન્સ બાદ હવે ઇન્ડિયન આઇડલમાં માત્ર ટીઆરપી માટે પવનદીપ અને અરૂણિતાનો ફેક રોમાન્સ દર્શાવવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન આઇડલમાં પવન દિપ અને અરૂણિતાનો આ ફેક લવ એન્ગલ જોઇને ફેન્સ પણ ભડક્યાં છે.
પવનદિપ અને અરૂણિતાનો ફેક રોમાન્સ
અપકમિંગ એપિસોડમાં પણ બંને વચ્ચે એક રોમેન્ટિક સેગમેન્ટ ક્રિએટ કરવામાં આવ્યું છે. જો કે ખાસ વાત તો એ છે કે,. અરૂણિતા અને પવનદીપ આ ડ્રામામાં બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી. તેમના ચહેરાના હાવભાવ બધું જ સ્પષ્ટ કહી દે છે. તેમના ચહેરાના એક્સપ્રેશન કહે છે કે, તેમને આ ડ્રામા કરાવવામાં આવી રહ્યાં છે. ટીઆરપી માટે થચો આ ખેલથી દર્શકો નારાજ છે. સોશિયલ મીડિયા પર દર્શકો આ મામલે ગુસ્સો પણ ઠાલવી રહ્યાં છે. જો કે શો મેકર્સ કે ચેનલને પણ તેનાથી કોઇ ફરક નથી પડતો.
અપકમિંગ એપિસોડમાં ફેક રોમાન્સનું નાટક કેવું હશે
પવનદીપને આદિત્ય નારાયણ પૂછે છે. તને શું પસંદ છે. જવાબમાં પવનદીપ કહે છે. મને ખીર પસંદ છે. આ સમયે સેટ પર હાજર રીના રોય ફરમાઇશ કરે છે. પવનદિપને અરૂણિતા ખીર ખવડાવે. ત્યારબાદ અરૂણિતા સ્ટેજ પર આવે છે ત્યારબાદ રીના રોય એક લવ ડાયલોગ બોલવાનું કહે છે. અરૂણિતા આ ડાયલોગ બોલે છે અને અરૂણિતા શકમાય જાય છે. આદિત્ય નારાયણ બંનેને અરૂદીપ કરીને બોલાવે છે, કહે છે ઇન્ટરનેટ પર “અરૂદીપ” હેશટેગ ચાલી રહ્યું છે.
ડ્રામાબાજીથી દર્શકો નારાજ છે. યુઝર્સે લખ્યો શરમ કરો. તો એક યુઝર્સે લખ્યું કે, કન્ટેસ્ટન્ટ પાસે આવું નાટક કરીને કેમ શરમજનક સ્થિતિમા મુકો છો, પવનદીપના પર્ફોમ્સનો પ્રોમો જોઇએ આ બઘું જ નહીં.