શોધખોળ કરો

ઈરફાન ખાનનો જયપુર સાથે શું છે ખાસ સંબંધ, ક્રિકેટ સિવાય કઈ વસ્તુનો હતો ગાંડો શોખ ? જાણો વિગત

જયપુરમાં ઈરફાનના નજીકના લોકોના જણાવ્યા મુજબ, બાળપણથી જ તેને એક્ટિંગનો શોખ હતો. ઉપરાંત પતંગબાજીમાં પણ ઘણો રસ હતો. તે સમય કાઢીને ખાસ પતંગ ચગાવવા માટે જયપુરમાં આવતો હતો.

મુંબઈ: બોલિવૂડના જાણીતા એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની વયે મુંબઈ ખાતે આજે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં દાખલ  કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતના સમાચારની સાથે જ જયપુરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઈરફાન ખાનના પરિવાર પર એક નજર ઈરફાન ખાનનો જન્મ જયપુરમાં થયો હતો. તેના પિતાનું નામ યાસીન અને માતાનું નામ સઈદા બેગમ હતું. ઈરફાનનું ખાનનું ઘર જૂના જયપુરમાં આવેલું છે. જ્યાં તેના બે બાઈઓ રહે છે. ઈરફાન ખાને ત્રણ ભાઈ બહેન છે. તેની બહેન રુકસાન સૌથી મોટી છે અને બે નાના ભાઈ ઈમરાન ખાન અને સલમાન ખાન છે. ઈરફાન ખાનનું મોસાળ જયપુરતી 100 કિલોમીટર દૂર ટોંકમાં છે. બાળપણથી જ હતો એક્ટિંગનો શોખ જયપુરમાં ઈરફાનના નજીકના લોકોના જણાવ્યા મુજબ, બાળપણથી જ તેને એક્ટિંગનો શોખ હતો. ઉપરાંત પતંગબાજીમાં પણ ઘણો રસ હતો. તે સમય કાઢીને ખાસ પતંગ ચગાવવા માટે જયપુરમાં આવતો હતો. પતંગબાજી સિવાય તેને ક્રિકેટનો પણ જબરો શોખ છે. ઈરફાનના મિત્રોના જણાવ્યા મુજબ, સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે પહોંચીને તરત જ ઈરફાન ક્રિકેટ રમવા નીકળી જતો હતો. પિતાની ઈચ્છા હતી બિઝનેસ સંભાળે ઈરફાનના પિતાને ટાયરનો બિઝનેસ હતો અને તેમનો પુત્ર આ વારસો સંભાળે તેમ ઈચ્છતા હતા પરંતુ ઈરફાનના દિમાગમાં એક્ટિંગનું ઝનૂન હતું. તેણે જયપુરમાંથી જ એક્ટિંગની શરૂઆત કરી હતી. એક્ટિંગમાં હાથ અજમાવવા રવીંદ્ર મંચમાં જોડાયો હતો. જે બાદ તેની ફિલ્મી સફર શરૂ થઈ હતી. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ બદલી જિંદગી રવીંદ્ર મંચથી પોતાની કલાને આગળ વધારવા તે દિલ્હી આવી ગયો હતો. દિલ્હીમાં તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું અને જે બાદ પોતાની એક્ટિંગથી લાખો લોકોને દિવાના બનાવ્યા હતા. જૂની યાદો તાજી કરવા આવ્યો હતો જયપુર થોડા વર્ષો પહેલા ઈરફાન તેના જૂના દિવસોની યાદો તાજા કરવા જયપુર આવ્યો હતો. જ્યાં તેણે બાળપણનો શોખ પતંગબાજી પૂરો કર્યો હતો. ઈરફાનના મિત્રોના કહેવા મુજબ કોઈપણ કામ પરફેક્શન સાથે કરતો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget