શોધખોળ કરો
સૂર્યવંશીમાં અક્ષય સાથે જોવા મળશે જૈકી શ્રોફ, રોહિત શેટ્ટીએ કરી જાહેરાત
અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' ની વાત કરીએ તો આ ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળશે.

મુંબઈ: રોહિત શેટ્ટીની પોલીસ ગેંગમાં વધુ એક બોલીવૂડ અભિનેતા સામેલ થયા છે. આ ફિલ્મમાં હવે જૈકી શ્રોફનું નામ પણ સામેલ થયું છે. ફિલ્મના નિર્માતા રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી લખ્યું છે સરપ્રાઈઝનો હજુ બાકી છે મિત્ર, આ તસવીરમાં જૈકી શ્રોફ કાર પર બેસેલા જોવા મળે છે. રોહિત શેટ્ટીએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે જ્યારે તમને લાગે છે કે તમે કોપ યુનિવર્સના દરેક કેરેક્ટરને ઓળખો છો તો તમારી સામે પ્રેઝન્ટ કરીએ છીએ જેકી શ્રોફને. સરપ્રાઈઝ હજી પણ બાકી છે.
અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' ની વાત કરીએ તો આ ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ ડોક્ટરના રોલમાં છે. ફિલ્મ 27 માર્ચે રિલીઝ થઈ રહી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















