આ વર્ષે ભારતની સુમન રાવે પણ બ્યૂટી વર્લ્ડમાં દેશનું નામ રોશન કર્યુ અને તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી હતી. બીજા નંબર પર મિસ ફ્રાંસ ઓપ્લી મેઝિનો હતી. સુમન રાવ મિસ વર્લ્ડ એશિયા-2019 બની હતી. સુમન રાવે જૂનમાં મિસ ઈન્ડિયા-2019 બની હતી.
2/5
અત્યાર સુધીમાં ભારતની 6 સુંદરીઓએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી લીધો છે. 1966માં પ્રથમ વખત આ બિરુદ જીતનાર રીટા ફારીયા પ્રથમ ભારતીય બ્યૂટી ક્વિન હતી. ત્યારબાદ 1994માં ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની હતી. (Photo Credit: Twitter/ @MissWorldLtd)
3/5
20 વર્ષીય સુમન રાવ રાજસ્થાનની છે. તે બોલિવૂડમાં કરિયર બનાવવા માંગે છે. મિસ ઈન્ડિયા બની ત્યારથી તે સતત મોડેલિંગ કરી રહી છે. મિસ વર્લ્ડ ટોની સિંહ વિશે વાત કરીએ તો તેણે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તે મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની છે અને ડોક્ટર બનવા માંગે છે.
4/5
આ સ્પર્ધામાં 120 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા લંડનમાં યોજાઈ હતી. બ્લેક બ્યુટીઝને 2019માં મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ દ્વારા પસંદ કરવામાં આવી છે. આ અગાઉ 8 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાની 26 વર્ષીય જોજીબિની તુનજી મિસ યુનિવર્સ-2019 બની હતી.
5/5
નવી દિલ્હી: ભારતીય મૂળની જમૈકા સ્થિત ટોની એનસિંહના માથે મિસ વર્લ્ડ-2019નો તાજ મૂકવામાં આવ્યો છે. 2018ની મિસ વર્લ્ડ વેનેસા પોન્સે તેના માથા પર મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો હતો.