Watch: સોશિયલ મીડિયાએ પવિત્ર સંબંધને કર્યો બદનામ, વાયરલ વીડિયોથી ચૌકાવનારી હકીકત આવી સામે
કેટલીક વખત સોશિયલ મીડિયા પર વહેતી અફવા સાથે સચ્ચાઇને દૂર દૂર સુધીનો સંબંધ નથી હોતો,. આ હકીકત એક વાયરલ વીડિયોથી સામે આવી છે.

ખબર નહીં કેટલા લોકોએ કહ્યું હતું કે, મોહમ્મદ સિરાજ અને જનાઇ ભોંસલે રિલેશનશિપમાં છે. હવે આ બંનેએ આ અફવાને જોરદાર તમાચો માર્યો છે. જી હાં, રક્ષાબંધન પર, સિરાજ અને જનાર્ઇના સંબંધનું સાચું સત્ય બહાર આવ્યું છે.
ક્યારેક સોશિયલ મીડિયા પર ઉડતી અફવાઓ સત્યથી એટલી દૂર હોય છે કે, વાસ્તવિકતા સાથે તેને દૂર દૂરનો કોઇ નાતો નથી હોતો. આ વાસ્તાવિકતા બહાર આવતા જ લોકો ચોંકી જાય છે. તાજેતરમાં જ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેની પૌત્રી જનાર્ઇ ભોંસલે સાથે પણ આવું જ બન્યું હતું. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર બંનેના ડેટિંગની અફવાઓ ઝડપથી ફેલાઈ રહી હતી. લોકોએ તેમના સંબંધો વિશે તમામ પ્રકારની અટકળો લગાવી હતી, પરંતુ રક્ષાબંધનના અવસર પર બહાર આવેલા એક વીડિયોએ તમામ અહેવાલોને ખોટા સાબિત કરી દીધા હતા. વીડિયોમાં જનાર્ઇ સિરાજને રાખડી બાંધતી જોવા મળી હતી. આ વીડિયોએ સાબિત કર્યું કે, તેમનો સંબંધ ખૂબ જ શુદ્ધ અને પવિત્ર છે.
View this post on Instagram
જનાર્ઇ-સિરાજે રક્ષાબંધનની ઉજવણી કરી, બધાને ચૂપ કરાવી દીધા
રક્ષાબંધન પર, જનાર્ઇએ સોશિયલ મીડિયા પર સિરાજને રાખડી બાંધતો એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં, સિરાજ સફેદ કુર્તો પહેરેલો જોવા મળે છે, જ્યારે જનાઈ તેની સામે લીલા રંગના ડ્રેસમાં ઉભી છે. આ દરમિયાન તે સિરાજના કાંડા પર રાખડી બાંધે છે. આ સાથે, તેણે કેપ્શન લખ્યું - "એક હજારોં મેં (મેરા ભૈયા), તેનાથી બીજું સારું કંઇ નથી કે જે માંગુ."
આ વીડિયો સામે આવે તે પહેલાં, બંને વચ્ચે પ્રેમ સંબંધની અફવાઓ ફેલાઈ હતી. જોકે, જનાર્ઇ અને સિરાજે પહેલાથી જ આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને એકબીજાને ભાઈ-બહેન ગણાવ્યા હતા. હવે રાખડીના આ તહેવારની ઉજવણી કરીને, તેમણે ટીકાકારો અને અફવા ફેલાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે, સત્ય જાણ્યા વિના કોઈના સંબંધ પર પ્રશ્ન ઉઠાવવો એ માત્ર ખોટું જ નથી, પણ શુદ્ધ સંબંધને બદનામ કરવા જેવું પણ છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ, સિરાજ હવે એશિયા કપમાં ચમકશે
સિરાજ તાજેતરમાં ઇંગ્લેન્ડના પ્રવાસે હતો. જ્યાં તે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. સિરાજે કુલ 23 વિકેટ લીધી હતી. ભારતીય ટીમ હવે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ આરામ કરી રહી છે. ભારતીય ટીમ હવે આવતા મહિને યોજાનાર એશિયા કપમાં રમતી જોવા મળશે. સિરાજ આ ટુર્નામેન્ટમાં પણ જોવા મળશે.





















