શોધખોળ કરો
જાહ્નવી અને ઈશાનની ફિલ્મ ‘ધડક’એ પ્રથમ દિવસે કરી કેટલી કમાણી, જાણો વિગતે
1/4

નવી દિલ્હીઃ જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડક 20 જુલાઈના રોજ રિલીઝ થઈ ગઈ, જે મરાઠી હિટ ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફતી મિક્સ્ડ પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મના પ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સ્ટૂડન્ટ ઓફ ધ યરની ઓપનિંગ ડેની કમાણી જેટલી રહી છે.
2/4

boxofficeindia.comના અહેવાલ અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે જે વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધારથ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરની પ્રથમ દિવસની કમાણી જેટલી છે. ફિલ્મની ઓક્યૂપેન્સી 30-35% સુધી રહી. ધડકને જોરદાર પ્રમોશન અને શ્રીદેવી-બોનીની દીકરી જાહ્નવીની ડેબ્યૂ ફિલ્મ જોતા આ ફિલ્મની કમાણીને લઈને આશા થોડી વધારે હતી.
Published at : 21 Jul 2018 12:40 PM (IST)
View More





















