શોધખોળ કરો
Advertisement
એક પણ રૂપિયા વગર ઘરમાંથી બહાર નીકળી બોલિવૂડની આ એક્ટ્રેસ, ડ્રાઈવરે આપ્યા ઉધાર
લોકોને આ વીડિયો ખૂબજ ગમી રહ્યો છે. તેના પાછળ એક મહત્વનું કારણ છે.
નવી દિલ્હીઃ શ્રીદેવી અને બોની કપૂરની લાડલી દીકરી જાહ્નવી કપૂરે પોતાની પ્રથમ ફિલ્મ ધડકથી લોકોના દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. જાહ્નવી કપૂરની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે જાહ્નવી કપૂરનો એક વીડિોય સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એ પણ જાણવા મળ્યું કે, જાહ્નવી કપૂર ઘરેથી બહાર રૂપિયા લીધા વગર નીકળે છે અને પોતાના ડ્રાઈવર પાસેથી રૂપિયા ઉધાર લેવા પડે છે.
લોકોને આ વીડિયો ખૂબજ ગમી રહ્યો છે. તેના પાછળ એક મહત્વનું કારણ છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, જાહ્નવી ચાલીને તેની કાર તરફ જઈ રહી છે. આ દરમિયાન એક નાનકડું બાળક દોડીને જાહ્નવી પાસે જાય છે અને તેની પાસેથી પુસ્તકો ખરીદવની વિનંતિ કરે છે. જાહ્નવી હસીને કહે છે કે તેની પાસે પૈસા નથી.
આટલું કહીને જાહ્નવી પોતાની કારમાં બેસી જાય છે, પરંતુ બાળક કાર સુધી પહોંચી જાય છે. ત્યારબાદ જાહ્નવી ડ્રાઇવર પાસેથી પૈસા લઈ બાળકને આપે છે અને હસીને બાય પણ કહે છે. બાળક પણ ખુશ થઈને ‘બાય દીદી’ કહે છે. સોશિયલ મીડિયામાં લોકો બાળક સાથે જાહ્નવીના વ્યવહારનાં વખાણ કરી રહ્યાં છે.
જાહ્નવીની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો, અત્યારે તે IAF પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું નામ કારગિલ ગર્લ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
Advertisement