શોધખોળ કરો

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Gujarati Lok Singer Controversy: ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા હંમેશા તેના ગીતોને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે

Gujarati Lok Singer Controversy: ગુજરાતમાં બે લોક ગાયકો વચ્ચે વિવાદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા અને યુવા સિંગર સાગર પટેલ વચ્ચે વિવાદની વાતો સામે આવી છે. દ્વારકાના એક કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઇને સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. આરોપ છે કે, કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને હવે વિવાદ વકર્યો છે. 

ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા હંમેશા તેના ગીતોને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. ગુજરાતી લોક ગાયક સાગર પટેલે પોતાની એક સોશ્યલ મીડિયા પૉસ્ટમાં કાજલ મહેરિયા પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે, કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ આ પૉસ્ટમાં લગાવવામાં આવ્યો છે, કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાત કહેવામાં આવી છે. ગુજરાતના બે લોકગાયકોના ઝઘડાને લઇને હવે વિવાદ વધુ વકર્યો છે.

કોણ છે કાજલ મહેરિયા?મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે. કાજલ મહેરિયા નવા સોંગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી દે છે. કાજલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે. સિંગર કાજલ મહેરિયા ગુજરાતની મહિલા સિંગરમાં જાણીતું નામ છે. કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે જ્યારે કાજલ મહેરિયાના ‘મળ્યાં માના આશીર્વાદ’ સોંગે ગુજરાતમાં ધૂમ મચાવી હતી. જે સમયે કાજલે આ સોંગ ગાયું ત્યાર બાદા કાજલ ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી. હાલ પણ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, મૂળ વિસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો ફેમસ થયા છે. જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ બહુ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા.

View this post on Instagram
 
A post shared by Baba Modhera (@thekajalmaheriya)

લોકગાયિકા કાજલ મહેરિયા અગાઉ પણ આવી ચૂક છે વિવાદમાં

કાજલ મહેરીયા આ પહેલાં પણ કોરોના કાળમાં લોકોની ભીડ જમાવીને નિયમોનો ભંગ કરવા બદલ વિવાદ પેદા કરી ચૂકી છે. થરાદ તાલુકાના કેશર ગામે નાગજીભાઈ સોનાજી નાયીના દીકરાનો લગ્ન પ્રસંગ હોવાથી   કાજલ મહેરિયાને આમંત્રિત કરવામાં આવી હતી.   29 નવેમ્બર 2020ની રાત્રે   કાજલ મહેરિયાએ ડીજેના તાલે ગીતો ગાયા હતા.   મોટી સંખ્યામાં લોકોની ભીડ સર્જાતાં જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું. આ અંગેનો વીડિયો ઉતારી વાયરલ કરાયો હતો.   પોલીસે 16 ડિસેમ્બરના રોજ લગ્ન આયોજક વરરાજાના પિતા નાગજીભાઈ સોનાજી નાયી અને   કાજલ મહેરીયા સામે ગુન્હો નોંધ્યો હતો. આ ગુનામાં લોક ગાયિકા કાજલ મહેરીયા જામીન સાથે થરાદ પોલીસ મથકે હાજર થઈ જામીન પર મુક્તિ મેળવી હતી.

 એક વર્ષ અગાઉ વિસનગર તાલુકાના વાલમમાં રબારીવાસમાં લગ્ન પ્રસંગમાં રાસ-ગરબાનું આયોજન કર્યુ હતું. જેમાં લોકગાયિકા કાજલ મહેરિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો હોવાથી તપાસ કરતાં 100થી વધુ માણસો હોવાનું તેમજ માસ્ક પહેરલ ન હોવાનું બહાર આવતાં પોલીસે કાજલબેન નગીનભાઈ મહેરિયા, રાજ ગીરીશભાઈ પટેલ, રાજેશકુમાર રાયમલભાઈ રબારી,મૌલિકકુમાર ધીરૂભાઇ રબારી સહિત 14 લોકો સામે જાહેરનામા ભંગની તેમજ એકેડેમીક એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો

HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
Embed widget