શોધખોળ કરો
Advertisement
શ્રીદેવીની ડેથ એનિવર્સરી પર ભાવુક થઇ જાન્હવી કપૂર, માને યાદ કરતા લખી ઇમોશનલ પોસ્ટ, લખ્યું....
બોલિવૂડની ચાંદની 24 ફેબ્રુઆરીએ 2018માં દુનિયામાંથી અસ્ત થઇ ગઇ. શ્રીદેવીના અચાનક મૃત્યુના સમાચારથી પરિવાર ફેન્સ સ્તબ્ધ થઇ ગયો હતો. આજે શ્રીદેવીની પુણ્યતિથી છે. જાન્હવીએ માને યાદ કરતા લખ્યું...
બોલિવૂડ:શ્રીદેવીના નિધનને ત્રણ વર્ષ થઇ ગયા. 28 ફેબ્રુઆરી 2018માં તેનું આકસ્મિક નિધન થઇ ગયું હતું. આજના દિવસે જ લેજેન્ડ્રી એક્ટ્રેસે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજે તેમની પુણ્યતિથિએ જાન્હ્લવીએ માને યાદ કરતા ઇમોશનલ પોસ્ટ લખી છે.
જાન્હવીએ આ અંદાજમા માને કરી યાદ
જાન્હવીએ માની પુણ્યતિથિ પર સોશિયલ મીડિયા પર એક ખાસ ચીજ પોસ્ટ કરી છે. જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે શ્રીદેવીના હેન્ડરાઇટિંગ વાળો લેટર પોસ્ટ કર્યો છે. જેમાં શ્રીદેવીએ લખ્યું છે કે,’આઇ લવ યૂ લાડુ, તું દુનિયાની બેસ્ટ બેબી છે’
આ તસવીરને શેર કરતા જાન્હવીએ લખ્યું.. ‘મિસ યૂ’ આ પોસ્ટ પરથી એટલું સમજી શકાય છે કે, શ્રીદેવી જાન્હવીને કેટલો પ્રેમ કરતી હતી અને જાન્હવી પણ તેમની માને કેટલી મિસ કરે છે. તેની દરેક યાદોને સાચવીને રાખી રહી છે.
પુણ્યતિથિ પર પૂજા શ્રીદેવીની પુણ્યતિથિના પ્રસંગે ચેન્નઇના ઘરમાં પૂજા રખાઇ હતી. પૂજામાં શ્રીદેવીના પતિ બોની કપૂર, બેટી જાન્હવી અને ખુશી કપૂર સામેલ થઇ હતી. દુબઇમાં થયું હતું નિધન શ્રીદેવી પરિવાર સહિત મેરેજ એટેન્ડ કરવા દુબઇ ગઇ હતી. 24 ફેબ્રુઆરીએ એક હોટેલમાં તેનું સંદિગ્ધ હાલતમાં મૃત્યું થયું હતું. તેમના મોતના સમાચારથી પરિવાર સહિત ફેન્સ સ્તબ્ધ થઇ ગયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એક્ટ્રેસનું નિધન બાથટબમાં ડૂબી જવાથી થયું હતું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion