શોધખોળ કરો

Jeremy Renner તેના શો Rennervationsનો પડદા પાછળનો ફોટો કર્યો શેર, હેલ્થ વિશે જણાવ્યું

Jeremy Renner: વર્ષની શરૂઆતમાં અકસ્માતનો ભોગ બનેલા અભિનેતા જેરેમી રેનર હોસ્પિટલમાં દાખલ છે. તેના સ્વાસ્થ્યની સાથે અભિનેતાએ તેના આગામી શો 'Rennervations' વિશે તેના ચાહકો સાથે અપડેટ શેર કરી છે.

Jeremy Renner Health Update: 'હોકી' સ્ટાર જેરેમી રેનર વર્ષની શરૂઆતમાં સ્નોપ્લો દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી તે હોસ્પિટલમાં દાખલ છે અને ચાહકોને સતત તેના સ્વાસ્થ્ય અપડેટ્સ આપી રહ્યો છે. હોલિવૂડ અભિનેતાએ ફરી એકવાર તેના સ્વાસ્થ્ય અને તેના આગામી ડિઝની શો 'Rennervations' વિશે ઇન્સ્ટા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકો સાથે અપડેટ શેર કર્યું. 

હેલ્થ અને અપકમિંગ શો 'Rennervations'ને લઈને આપ્યું અપડેટ

જેરેમીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્પેસ પર તેના આગામી શો 'Rennervations'ની પાછળની તસવીર શેર કરી છે. ચાર ભાગનો ડિઝની શો રેનરને વિશ્વની મુસાફરી કરતો, વિવિધ સમુદાયોને મળતો અને અનન્ય હેતુ-નિર્મિત વાહનો માટે માર્ગદર્શન આપતો જોવા મળશે. ફોટો શેર કરતા, જેરેમીએ કેપ્શનમાં લખ્યું, "બિહાઇન્ડ ધ સીન્સ ઓન 'Rennervations' વિશ્વભરમાં ટૂંક સમયમાં Disney+ પર આવી રહ્યો છે! અમે હવે આ અદ્ભુત નવા શોને લૉન્ચ કરવા માટે Disney અને Disney+ સાથે જોડાઈએ છીએ." વધુ માહિતી આવવાની બાકી છે. તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા અભિનેતાએ લખ્યું કે તે પોતાની જાત પર પણ કામ કરી રહ્યો છે. "તમારી ધીરજ માટે આભાર... હજુ પણ દુકાનમાં છું, મારી જાત પર કામ કરી રહ્યો છું,"

View this post on Instagram
 
A post shared by Jeremy Renner (@jeremyrenner)

જેરેમી રેનર એક લોકપ્રિય હોલીવુડ અભિનેતા છે

જેરેમી રેનર હોલીવુડમાં ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે. વર્ષોથી જેરેમી અનેક વિવેચકો દ્વારા વખાણાયેલી આર્થિક રીતે સફળ ફિલ્મોમાં દેખાયા છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં, તેઓ એવેન્જર્સની તમામ ફિલ્મો અને નવીનતમ વેબ સિરીઝ 'હોકી'માં ક્લિન્ટ બાર્ટન અથવા હોકીની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. વર્ક ફ્રન્ટ પર રેનર ટૂંક સમયમાં 'કિંગ્સટાઉન મેયર'ની બીજી સીઝનમાં જોવા મળશે.

આ પણ વાંચો: Raquel Welch Death: ગોલ્ડન ગ્લોબ વિજેતા અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું અવસાન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Raquel Welch Death: હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. 1960ના દાયકામાં પોતાની સુંદરતાથી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવનાર અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું નિધન (Raquel Welch Death) થયું છે. રાક્વેલ વેલ્ચે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રખ્યાત અભિનેત્રી અને આંતરરાષ્ટ્રીય સેક્સ સિમ્બોલ તરીકે ખ્યાતિ મેળવનારી રાક્વેલ વેલ્ચ(Raquel Welch) લાંબા સમયથી બીમાર હતી અને બીમારીના કારણે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.

50 વર્ષ સુધી સિનેમા જગતમાં યોગદાન આપ્યું

અભિનેત્રીના મેનેજર દ્વારા રાક્વેલ વેલ્ચના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. અભિનેત્રીના નિધન અંગે માહિતી આપતાં રાક્વેલના મેનેજર સ્ટીવ સોએરે જણાવ્યું કે, 'અભિનેત્રીએ બીમારી બાદ આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધું છે.' આ સાથે મેનેજરે વધુમાં કહ્યું કે, રાક્વેલની 50 વર્ષની કારકિર્દી હતી. તેની કારકિર્દીમાં અભિનેત્રીએ 30 ફિલ્મો અને 50 ટીવી શોમાં કામ કર્યું. આ સાથે રાક્વેલે ઘણા પ્રોજેક્ટ્સમાં કેમિયો પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે બોલ્ડ કેરેક્ટર માટે લોકોમાં ફેમસ રહેલ રાકલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીતી ચૂકી છે.

1960માં કારકિર્દીની શરૂઆત કરી

રાક્વેલ વેલ્ચના (Raquel Welch) પરિવાર વિશે વાત કરીએ તો તેને બે બાળકો છે, એક પુત્ર ડેમન વેલ્ચ અને બીજી પુત્રી ટૉની વેલ્ચ. રાક્વેલે ((Raquel Welch) વર્ષ 1960માં હોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમને વર્ષ 1966માં 'ફેન્ટાસ્ટિક વોયેજ' અને 'વન મિલિયન યર્સ બી.સી.' માટે ઓળખ મળી. આ ફિલ્મોમાં રાક્વેલે એવી એક્ટિંગ સ્ટાઈલનું પ્રદર્શન કર્યું કે લોકો તેના દિવાના બની ગયા. આ ફિલ્મો પછી રાક્વેલ ક્યારેય પાછું વળીને જોયું નથી. 1973ની ફિલ્મ 'ધ થ્રી મસ્કેટીયર્સ' માટે, રાક્વેલ વેલ્ચને((Raquel Welch) હોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગોલ્ડન ગ્લોબ એનાયત કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મના લીધે મળ્યું 'સેક્સ બોમ્બ' નામ

‘વન મિલિયન ઇયર્સ’  રાક્વેલે પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું હતું, જેના કારણે તેને સેક્સ સિમ્બોલ અને સેક્સ બોમ્બનું નામ મળ્યું. આ કારણે રાક્વેલને ઘણા બોલ્ડ પાત્રોની ઓફર મળી હતી. તેણીની પ્રખ્યાત ફિલ્મો વિશે વાત કરીએ તો, રાક્વેલે ((Raquel Welch)'100 રાઇફલ્સ', 'ધ પ્રિન્સ એન્ડ ધ પૉપર', 'ચેરમેન ઓફ ધ બોર્ડ' અને 'લીગલી બ્લોન્ડ' જેવા ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Embed widget