ઉલ્લેખનીય છે કે, જ્હોનની નવી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મમાં જ્હોન એક્શન અવતારમાં દેખાઈ રહ્યો છે જે દેશને ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરવા લડે છે. ફિલ્મે તગડું ઓપનિંગ મેળવ્યું અને પ્રથમ દિવસે જ 20 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
2/4
જ્હોનને એવોર્ડ શોમાં પણ જવાનું પસંદ નથી. આ ઉપરાંત તે લગ્નમાં ડાન્સ અને ગ્રાન્ડ પાર્ટીઝમાં પણ જવાનું ટાળે છે. તે કહે છે કે, મોટાભાગના એવોર્ડ ફંક્શન TRP માટે હોય છે, જે ફિક્સ હોય છે. એવોર્ડ ફંક્શન મને ભરોસાપાત્ર લાગતા નથી. આ કોઈ સર્કસના શો જેવા હોય છે, આથી હું તેનાથી અંતર જાળવી રાખું છું.
3/4
જાણીને કદાચ નવાઈ લાગશે પણ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી વસૂલનારા જ્હોનના પિતા મોટાભાગે કારમાં આવવા-જવાનું ટાળે છે. તેની મા પણ આ જ રીતે રિક્શામાં ફરવાનો આગ્રહ રાખે છે. આ જ કારણે કદાચ આજે પોતાનું પ્રોડક્શન હાઉસ, જીમ ફ્રેન્ચાઈઝ અને અઢળક સંપત્તિ બાદ પણ જ્હોન એકદમ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન જીવે છે.
4/4
નવી દિલ્હીઃ જ્હોન અબ્રાહમની મોસ્ટઅવેટેડ ફિલ્મ સત્યમેવ જયતે 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઈ લડતા એક યુવકની કહાની પર આધારિત છે. તેમાં જોન એક સીરિયલ કિલરનો રોલ નિભાવે છે. બે મહિના પહેલા રિલીઝ થયેલ જ્હોનની ફિલ્મ પરમાણું સુપરહિટ રહી છે. જોકે જ્હોન ફિલ્મોમાં સીરિયસ પ્રકારના રોલ ભજવવા માટે જાણીતો છે અને પોતાને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. તે ઘણીવાર કહી ચૂક્યો છે કે, ‘હું ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવું છું અને મારા પેરેન્ટ્સ આજે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરે છે.’