ડિઝની સ્ટૂડિયો ફ્રેંચાઈજીના ભવિષ્યને લઈને કેટલાક મોટા નિર્ણય લેવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાછલી ફિલ્મ ‘ડેડ મેન ટેલ નો ટેલ્સ’ના કોઈ ખાસ પ્રદર્શન ન કરવાના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
2/6
3/6
તેમણે આગળ કહ્યું કે. આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તે આગળ પોતાના કેરિયરમાં શું કરશે. તેના કેરિયરની આ સૌથી મોટી ફિલ્મ રહેશે અને તેને સ્પેરોના કારણે યાદ કરવામાં આશે. મારા ખ્યાલથી જેક સ્પેરો એક વિરાસત છે. આ એકમાત્ર ભૂમિકા છે જેને તેણે પાંચ વખત ભજવી.
4/6
ઉલ્લેખનીય છે કે, આ સીરિઝીની પ્રથમ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. ફિલ્મે દુનિયાભરમાં ધમાકેદાર કમાણી કરી હતી અને ખૂબજ લોકપ્રિયતા પણ મેળવી હતી. વર્ષ 2017માં ફિલ્મનો પાછલો ભાગ રિલીઝ થયો હતો.
5/6
ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સ્યૂઅર્ટ બિએટીએ જૉની ડેપને ફ્રેન્ચાઈજીમાંથી બહાર થવાની આધિકારીક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ”મને લાગે છે કે ફ્રેન્ચાઈજી સાથે ડેપનો સફર શાનદાર રહ્યો, જોની ડેપ આ ભૂમિકાને પોતાની બનાવી લીધી હતી. ડેપના કેરિયરની આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ભૂમિકા રહી. દુનિયામાં લોકો તેને આ રોલના કારણે પ્રેમ કરે છે.”
6/6
પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકાથી લોકપ્રિય બનનાર એક્ટર જોની ડેપને આ ફ્રેન્ચાઈજીમાંથી બહાર કરી દીધો છે. જૉની ડેપ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન સાથે છેલ્લા 15 વર્ષોથી જોડાયેલા હતા. જૉની ડેપ આ સીરીઝની પાંચેય ફિલ્મોમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા.