શોધખોળ કરો
આ એક્ટ્રેસની તબીયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
આપને જણાવી દઈએ કે તનુજાને મંગળવારથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યાં કાજોલ ઘણી વખત તેમની ખબર કાઢવા લીલાવતી જોવા મળી હતી.

નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ કાજોલના સસરા વીરૂ દેવગનનું બે દિવસ પહેલા જ નિધન થયું છે. ત્યારે હવે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને લઈને કાજોલ હોસ્પિટલ બહાર જોવા મળી તો ફેન્સ હેરાન રહી ગયા હતા.
આપને જણાવી દઈએ કે તનુજાને મંગળવારથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યાં કાજોલ ઘણી વખત તેમની ખબર કાઢવા લીલાવતી જોવા મળી હતી. હજી બીમારી વિશે વધુ માહિતી સામે નથી આવી. લીલાવતીના ડૉક્ટરો પણ હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટી દર્દીઓ વિશેની માહિતી આપવાનું ટાળી રહ્યા છે.
ગુરુવારે અજય દેવગણે પિતા વીરૂ દેવગણની આત્માની શાંતિ માટે જૂહુના ઈસ્કોન મંદિરમાં સાંજે પાંચથી સાત વાગ્યા સુધીમાં એક પ્રાર્થના બેઠક યોજી હતી. જેમાં પરિવારની સાથે બૉલીવુડના સેલિબ્રિટિનો પણ સમાવેશ થાય છે. જો અભિનેત્રી તનુજાના સ્વાસ્થ્યમાં સુધારો આવો અને તેને હોસ્પિટલમાંથી રજા મળી જાય તો તે પણ ત્યાં શામેલ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
