શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી કંગના રનૌતનો આરોપ- BMC એ તેની મુંબઈ ઓફિસ પર પાડ્યા દરોડા
કંગનાના મુજબ બીએમસીની રેડ તેની સામે મહારાષ્ટ્ર સરકાર તરફથી બદલાની ભાવના સાથે કરવામાં આવેલી કાર્યવાહી છે.
મુંબઈ: અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રની શિવસેના સરકાર વચ્ચે વિવાદ વધી રહ્યો છે. કંગનાને આજે કેંદ્રીય ગૃહ મંત્રાલય તરફથી Y+ કેટેગરીની સુરક્ષા મળી છે તો આજે કંગનાના મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીએ દરોડા પાડ્યા છે. ત્યારબાદ કંગનાએ ટ્વિટ કરી કહ્યું કે તેના સપનાઓ તૂટતા જોવા મળી રહ્યા છે.
કંગનાએ પોતે તેની ઓફિસમાં પાડવામાં આવેલી રેડનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને કહ્યું આ મુંબઈમાં મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ છે, જેને મે પંદર વર્ષ સુધી મહેનત કરી બનાવી છે, મારી જિંદગીનું એક જ સપનું હતું કે જ્યારે હું ફિલ્મ નિર્માતા બનુ ત્યારે મારી પોતાની ઓફિસ હોય, પરંતુ લાગે છે આ સપનું તૂટવાનો સમય આવી ગયો છે, આજે ત્યાં અચાનક બીએમસીના કેટલાક લોકો આવ્યા છે.
કંગનાના મુજબ બીએમસીની રેડ તેની સામે મહારાષ્ટ્ર સરકાર તરફથી બદલાની ભાવના સાથે કરવામાં આવેલી કાર્યવાહી છે.
કંગનાએ વધુ એક ટ્વિટ શેર કર્યું છે જેને તેની ટીમે પોસ્ટ કરી છે. તેણે લખ્યું કે જે અધિકારીઓ આવ્યા હતા તે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મેડમની કરતૂતનું પરિણામ બધાએ ભોગવવું પડશે, તેમને સૂચના આપવામાં આવી છે કે કાલે તેમની પ્રોપર્ટી તોડી પડાશે.
ઉલ્લેખીય છે કે કંગનાએ મુંબઈને લઈને કહ્યું હતું કે આ પાક અધિકૃત કાશ્મીર જેવું લાગે છે અને મુંબઈ પોલીસની સુરક્ષાથી ડર લાગે છે. બાદમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું કે જો કંગનાને મુંબઈમાં ડર લાગતો હોય તો તે અહીં ન આવે. જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે બોલ્યા કંગનાએ પોતાના નિવેદનને લઈ માફી માંગવી જોઈએ.
કંગનાએ જાહેરાત કરી છે કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છે અને કોઈના બાપમાં હિમ્મત હોય તો તેને રોકીને બતાવે. જ્યારે સંજય રાઉતે પણ તેના માટે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તેને હરામખોર છોકરી કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion