શોધખોળ કરો
Advertisement
કરીના કપૂર ખાને 20 વર્ષમાં પ્રથમ વખત આપ્યું ઑડિશન,જાણો કારણ
બોલીવૂડમાં બેબો તરીકે જાણીતી કરિનાને અત્યાર સુધી એક પણ ફિલ્મ માટે ક્યારેય ઑડિશન નથી આપવું પડ્યું. કરિનાને આપમેળે જ ફિલ્મોની ઑફર મળે છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને હાલમાં જ એક ખુલાસો કર્યો છે. બોલીવૂડમાં બેબો તરીકે જાણીતી કરિનાને અત્યાર સુધી એક પણ ફિલ્મ માટે ક્યારેય ઑડિશન નથી આપવું પડ્યું. કરિનાને આપમેળે જ ફિલ્મોની ઑફર મળે છે. તાજેતરમાં જ કરીનાએ જણાવ્યું કે લાલ સિંહ ચડ્ડા તેના કરિયરની પ્રથમ ફિલ્મ છે કે જેના માટે તેણે ઑડિશન આપવુ પડ્યુ હતું.
એક ઇન્ટરવ્યુમાં કરીનાએ જણાવ્યું કે, લાલ સિંહ ચડ્ડા તેના કરિયરની પહેલી ફિલ્મ છે જેના માટે તેણે ઑડિશન આપ્યુ. આ ઉપરાંત કરીનાને સ્ક્રીનીંગ પ્રોસેસમાંથી પણ પસાર થવુ પડ્યુ. કરીના કપૂર ખાને કહ્યું, લાલ સિંહ ચડ્ડા મારા કરિયરની એકમાત્ર એવી ફિલ્મ છે જેના માટે મે ઑડિશન આપ્યુ છે. કરિનાએ કહ્યું તેણે માત્ર આમિર ખાન માટે આવું કરવું પડ્યું છે. ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં આમિર ખાન મુખ્ય ભૂમિકમાં છે. આ ફિલ્મમાં તેની સામે કરિના કપૂર જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે ક્રિસમસ પર રિલિઝ થશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement