શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે બોલિવૂડના વધુ એક કાંડનો ખુલાસો કર્યો! અક્ષય કુમારને લઈને કહ્યું કે- મને પણ તેના જેટલી....
મહિલા અને પુરુષ વચ્ચેના ભેદભાવને ઉજાગર કરનારી કરિનાએ બોલિવૂડમાં હીરો હીરોઈન વચ્ચે કરવામાં આવતા ભેદભાવને લોકો સામે રાખ્યું હતું.
મુંબઈઃ એક્ટ્રેસ કરિના કપૂર ખાન પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝને લઈને વ્યસ્ત ચાલી રહી છે. આ ફિલ્મમાં તે લાંબા સમય બાદ એક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે પોતાની ફિલ્મ વિશે વાત કરવાની સાથે સાથે બોલિવૂડના સ્ટાર એક્ટર અને એક્ટ્રેસ વચ્ચેની સેલેરી વિસંગતતા વિશે પણ ખુલીને વાત કરી હતી.
કરિનાને પ્રમોશન દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે, એક્ટર-એક્ટ્રેસની સેલેરીમાં આજે પણ ભેદભાવ રાખવામાં આવે છે એવી જાણકારી મળી છે. તો તેના જવાબમાં કરિનાએ કહ્યું કે, એમાં કોઈ બે મત નથી. હવે પહેલાની તુલનામાં સ્થિતિ બદલાઈ છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણી મહિલાઓએ બોલિવૂડમાં મોટુ નામ કર્યું છે. જો હું વાત કરું સેલેરીની તો હું એટલું ઈચ્છું છું કે અક્ષય જેટલી સેલેરી મને પણ મળે.
એ વાત પર લોકોએ સાંભળીને હંસી કાઢ્યું પરંતુ કરિનાએ ઈન્ડસ્ટ્રીની સાચી હકીકત લોકો સામે ખોલી નાખી. મહિલા અને પુરુષ વચ્ચેના ભેદભાવને ઉજાગર કરનારી કરિનાએ બોલિવૂડમાં હીરો હીરોઈન વચ્ચે કરવામાં આવતા ભેદભાવને લોકો સામે રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે કરિનાએ અક્ષયનું નામ લીધું એ અક્ષય કુમાર હાલમાં બોલિવૂડનો સૌથી વધુ કમાતો હીરો છે. ફોર્બ્સની યાદીમાં પહેલીવાર સલમાન, આમિર અને શાહરૂખને પછાડી આ અભિનેતા આગળ નીકળી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement