શોધખોળ કરો
ખુદને ‘આંટી’ કહેવા પર ભડકી આ એક્ટ્રેસ, ટ્રોલર્સને આપ્યો જબડાતોડ જવાબ, જુઓ Video

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ટૂંકમાં જ અરબાઝ ખાનના આગામી વેબ શો પિંચમાં જોવા મળશે. આ શોનો પ્રોમો વીડિયો હાલમાં જ યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે. આ શોમાં કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખુદને ટ્રોલ કરવા પર જવાબ આપતી જોવા મળી રહી છે. વાત એમ છે કે, સોશિયલ મીડિયા પર આંટી કહેવા પર કરીના કપૂર ખૂબ જ નારાજ જોવા મળી છે. યૂઝર્સ દ્વારા ફિલ્મ હસ્તીઓને અવારનવાર નિશાન બનાવવા પર કરીના કપૂર ભડકી છે. વીડિયોમાં કરીના કપૂર પોતાના પર થયેલી કોમેન્ટ વિશે બોલે છે, જેમાં યૂઝર કરીના માટે લખે છે, ‘હવે તું એક આંટી છો...એક યુવતીની જેમ વર્તન કરવાનું અને કપડા પહેરવાનું બંધ કરો.’ તેને વાંચ્યા બાદ કરીના હસે છે અને આ પ્રકારની કોમેન્ટ્સ પર નારાજગી વ્યક્ત કરે છે. કરીના કહે છે કે, લોકોને લાગે છે કે, જાણીતી હસ્તિઓ, અભિનેતાઓ, અભિનેત્રીઓની અંદર કોઈ ભાવના નથી હોત. તેઓ આશા રાખે છે કે અમે બધુ હળવાશથી જ લઈએ છીએ.
જણાવીએ કે, કરીના પોતાના ફેશનેબલ કપડાને કારણે મોટેભાગે યૂઝર્સના નિશાના પર આવતી રહે છે. જોકે આવી વાતો પર ધ્યાન દેવાથી તે બચે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે ન તો અન્ય લોકો અને ન તો અન્ય એક્ટર્સની વાતો અને કારકિર્દીને લઈને વિચારે છે. તેનું પોતાનું જીવન છે અને તે બસ તેના પર જ ફોકસ કરે છે.
જણાવીએ કે, કરીના પોતાના ફેશનેબલ કપડાને કારણે મોટેભાગે યૂઝર્સના નિશાના પર આવતી રહે છે. જોકે આવી વાતો પર ધ્યાન દેવાથી તે બચે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે ન તો અન્ય લોકો અને ન તો અન્ય એક્ટર્સની વાતો અને કારકિર્દીને લઈને વિચારે છે. તેનું પોતાનું જીવન છે અને તે બસ તેના પર જ ફોકસ કરે છે. વધુ વાંચો




















