કેટરીના-વિક્કીના લગ્ન જ્યાં થવાના છે તે બરવાડા હૉટલનુ એક દિવસનુ એક રૂમનુ ભાડુ છે લાખોમાં, કઇ હૉટ એક્ટ્રેસે કર્યુ હતુ આ હૉટલનુ ઉદઘાટન, જાણો વિગતે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના ફન્કશનની શરૂઆત 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. વિક્કી -કેટરીના 6 ડિસેમ્બરે વેડિંગ વેન્યૂ પર પહોંચી જશે.
Katrina-Vicky Wedding: બૉલીવુડમાં હાલમાં કેટરીના અને વિક્કીના લગ્નની ચર્ચાઓ પુરજોશમાં ચાલી રહી છે, આ વર્ષની સૌથી મોટી રૉયલ વેડિંગ માનવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બન્ને 9 ડિસેમ્બરને સવાઇ માધોપુર, રાજસ્થાનના લગ્ઝરી રિસોર્ટમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. ત્રણ દિવસના લગ્નનામાં તમામ રીત રિવાજો ચૌથના બરવાડામાં થશે જે સવાઇ માધોપુર શહેરથી 35 કિલોમીટર દુર છે. ચૌથના બરવાડા સદીઓ જુના ચૌથ માતાના મંદિર માટે જાણીતુ છે, જે હિલટૉપ પર આવેલુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના ફન્કશનની શરૂઆત 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. વિક્કી -કેટરીના 6 ડિસેમ્બરે વેડિંગ વેન્યૂ પર પહોંચી જશે. 7 ડિસેમ્બરે સંગીતનુ ફન્ક્શન થશે, પરંતુ રાજસ્થાન પ્રશાસન અને કેટલાક સેલેબ્સ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી ચૂકી છે. આવામાં વિક્કી અને કેટ સાથે જોડાયેલી કેટલીક વાતો અમે તમને બતાવી રહ્યાં છીએ.
700 વર્ષ જુનો છે બરવાડા ફોર્ટ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી કૌશલ અને કેટરીના કૈફે પોતાના લગ્ન માટે 700 વર્ષ જુનો બરવાડા ફોર્ટ બુક કરાવ્યો છે. વળી, સવાઇ માધોપુર સ્થિત આ ફોર્ટને જ્યારે આલીશાન હૉટલમાં ફેરવવામાં આવી ચૂક્યો. આ હૉટલમાં વિક્કી અને કેટ સાત ફેરા લેશે. ખાસ વાત છે કે, વર્ષ 2021 ઓક્ટોબરમાં આ હૉટલની શરૂઆત થઇ હતી. આવામાં મલાઇકા અરોડા આના ઉદઘાટન સમારોહમાં પણ પહોંચી હતી.
લાખોમાં છે ભાડુ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 48 રૂમો છે બરવાડા ફોર્ટમાં, જેનુ એક દિવસનુ ભાડુ 50 હજાર રૂપિયાથી લઇને 7 લાખ સુધીનુ છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ માટે અલગ અલગ સુઇટ બૂક કરાવવામાં આવ્યા છે. આમાં એક સુઇટનુ એક દિવસનુ ભાડુ 7 લાખ રૂપિયા છે. અત્યાર જે માહિતી સામે આવી છે તે અનુસાર વિક્કી અને કેટની વેડિંગ સેરેમની 7 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. 9 ડિસેમ્બરે આ કપલ લગ્ન બંધનમાં બંધાઇ જશે.
કેટરીના-વિક્કીના લગ્નમાં મહેમાનો પાસે કરાવાશે આ ખાસ કામ, સિક્રેટ કૉડથી મળશે દરેકને એન્ટ્રી, વેડિંગ ફન્કશનની ડિટેલ લીક.........
રિપોર્ટ્સ અનુસાર, 7 એ સંગીત બાદ 8 એ મહેંદીનુ ફન્કશન યોજાશે. જેમાં કેટરીનાના હાથોમાં સોજતની પ્રસિદ્ધ મહેંદી લાગશે, જેની કિંમત 1 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. 9 ડિસેમ્બરે વિક્કી -કેટરીના સાત ફેરા લેશે અને 10 ડિસેમ્બરે રિસેપ્શન આપવામાં આવશે. લગ્નમાં પહોંચનારા તમામ મહેમાનોને સિક્રેટ કૉડથી વેન્યૂ પર એન્ટ્રી આપવામાં આવશે. તેમને મોબાઇલ ફોન કેરી નહીં કરવા દેવામાં આવે, જેથી લગ્નની તસવીરો અને વીડિયો લીક ના થાય. આ માટે તમામ મહેમાનો પાસેથી NDA (નૉન ડિસ્ક્લૉઝર એગ્રીમેન્ટ) સાઇન કરાવવામાં આવશે.
Vicky Kaushal-Katrina Kaif નું વેડિંગ રિસેપ્શન પણ ફાઈનલ
Katrina Kaif And Vicky Kaushal Wedding: હાલ બોલીવૂડની સૌથી ચર્ચિત જોડીમાંથી એક વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પોતાના લગ્નને ચર્ચામાં છે. બંને ટૂંક સમયમાં લગ્નનના બંધનમાં બંધાશે, જેની ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંનેના લગ્ન રાજસ્થાનમાં ધામધૂમથી થશે. જેને લઈ તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે. પરંતુ હવે સાંભળવામાં આવે છે બંને પોતાના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન મુંબઈમાં આપવાના છે. એક રિપોર્ટ અનુસાર, દિવાળીના દિવસે પરિવારની હાજરીમાં વિકી અને કેટે(Vicky And Kat) ગુપ્ત રીતે ફિલ્મ મેકર કબીર ખાનના ઘરે રોકા કરી લીધા હતા.