શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી કેટરિના કૈફ કયા યુવક સાથે જાહેરમાં ફરી રહી છે? જાણો યુવકનું નામ
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની આગામી ફિલ્મ ‘ભારત’ની રિલીઝને હજી ગણતરીના દિવસોની બાકી રહ્યા છે ત્યારે કેટરિના જાહેરમાં એક યુવક સાથે ફરતી જોવા મળી છે.
મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની આગામી ફિલ્મ ‘ભારત’ની રિલીઝને હજી ગણતરીના દિવસોની બાકી રહ્યા છે ત્યારે કેટરિના જાહેરમાં એક યુવક સાથે ફરતી જોવા મળી છે. આ યુવક સાથે ફરતી વખતે કેટરિનાને તેના અંગત મિત્ર સલમાન ખાન કે પછી મીડિયાની પણ પરવા કરી નહતી. કેટરિના અને આ યુવક વચ્ચે સારું બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, કેટરિના સાથે જોવા મળેલો આ યુવક ડોક્ટર જ્વેલ ગમાડિયા છે. તે એક્યુપંક્ચર સ્પેશિયાલિસ્ટ છે અને બોલિવૂડની અનેક સેલિબ્રિટી સારવાર માટે તેની પાસે આવે છે.
આ ડોક્ટર અવાર-નવાર વિરાટ કોહલી, અનુષ્કા અને અજય દેવગન સાથે જોવા મળ્યાં છે. ‘ભારત’ના શૂટિંગ દરમિયાન કેટરિનાને જ્યારે પગમાં ઈજા થઈ હતી ત્યારે તેણે ડોક્ટર જ્વેલ ગમાડિયા પાસે પોતાનો સારવાર કરાવી હતી.
કેટરિનાની આગામી ફિલ્મ ‘ભારત¹ સતત ચર્ચામાં છવાયેલી છે. ‘ભારત’ ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઈ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઈ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે.
ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement