Kiara Advani: કિયારા અડવાણી ફિલ્મના પ્રમોશનમાં ન પહોંચી, હોસ્પિટલમાં દાખલ હોવાની ખબર વાયરલ
Kiara Advani Hospitalized: એવા સમાચાર સામે આવ્યાં છે કે, શનિવારે સવારે કિયારા અડવાણીને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. , અભિનેત્રી આજે મુંબઈમાં તેની આગામી ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલર લોન્ચ અને પ્રેસ મીટમાં હાજરી આપવાની હતી. જોકે, તે આ કાર્યક્રમમાં હાજર રહી શકી નહોતી.
Kiara Advani Hospitalized: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી હાલ તેની આગામી ફિલ્મ ગેમ ચેન્જરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પૈન ઈન્ડિયા સ્ટાર રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ બધાની વચ્ચે શનિવારે કિયારા અડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર વાયરલ થયા છે. આ મુદ્દે એક્ટ્રેસે સ્પષ્ટતા કરી છે.
કિયારા અડવાણી હોસ્પિટલમાં દાખલ
એવા સમાચાર સામે આવ્યાં છે કે, શનિવારે સવારે કિયારા અડવાણીને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. , અભિનેત્રી આજે મુંબઈમાં તેની આગામી ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલર લોન્ચ અને પ્રેસ મીટમાં હાજરી આપવાની હતી. જોકે, તે આ કાર્યક્રમમાં હાજર રહી શકી નહોતી. જે પછી સમાચાર આવવા લાગ્યા કે કિયારાને આજે સવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે, તેના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચારને કારણે ચાહકો ચિતિંત બન્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અભિનેત્રીની ટીમે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
કિયારા અડવાણી ગેમ ચેન્જર ફિલ્મમાં રામ ચરણ સાથે જોવા મળશે
ગેમ ચેન્જરમાં કિયારા અડવાણી અને રામ ચરણની રોમેન્ટિક જોડી જોવા મળશે. હાલમાં જ ફિલ્મની ટીમે લખનૌમાં ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. એક મિનિટથી વધુ લાંબા ટીઝરમાં રામ ઘણા બધા એક્શન સીન કરવા સાથે કિયારા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો.
અહેવાલ મુજબ, આ ફિલ્મ રાજકારણની દુનિયા પર આધારિત છે અને એક ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની વાર્તા પર કેન્દ્રિત છે જે ભ્રષ્ટ રાજકારણીઓનો સામનો કરે છે અને ન્યાયી ચૂંટણીઓ માટે લડે છે. એસ શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રિપોર્ટ અનુસાર અભિનેત્રીની ટીમે જણાવ્યું છે કે કિયારાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી. તેની ટીમે કહ્યું કે અભિનેત્રીને થાકને કારણે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તે સતત કામ કરી રહી છે.