શોધખોળ કરો
ગાંધીની હત્યાનો જશ્ન મનાવનારા આજે સત્તામાં છે, શું તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ ? સ્વરા ભાસ્કર

1/4

જે બાદ હંગામો મચી ગયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ વિચારકોની ધરપકડ પર 5 સપ્ટેમ્બર સુધી રોક લગાવી દીધી છે. મામલાની સુનાવણી 6 સપ્ટેમ્બેર થશે.
2/4

તેથી ‘જેલમાં નાંખો’, ‘આ ગુનો છે’ જેવી પ્રવૃત્તિનો જે સમાજ બની રહ્યો છે તે સારી ચીજ નથી. આ બાબતોથી આપણે સતર્ક રહેવું જોઈએ. ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ સામાજિક કાર્યકર્તાઓ અને વામપંથી વિચારકો ગૌતમ નવલખા, વરવર રાવ, સુધા ભારદ્વાજ, અરૂણ પરેરા અને વરનોન ગોંજાલવેસની ધરપકડ કરવામાં આવી હતી.
3/4

સ્વરાએ કહ્યું, જ્યારે ખાલિસ્તાનનો મુદ્દો ચાલતો હતો ત્યારે અનેક લોકો ભિંડરાવાલને સંત કહેતા હતા. સંત જનરેલ બોલતા હતા. શું તમે આ લોકોને પકડીને જેલમાં નાંખી દેશો ? આ દેશમાં મહાત્મા ગાંધી જેવા મહાન હસ્તિની હત્યા થઈ. તે વખતે અનેક લોકો એવા હતા જે ગાંધીની હત્યાનો જશ્ન મનાવતા હતા. આજે તેઓ સત્તામાં છે. શું આ બધાને જેલમાં નાંખી દેવા જોઈએ ? જેનો જવાબ છે ના.
4/4

મુંબઈઃ થોડા દિવસ પહેલા ભીમા કોરેગાંવ હિંસા મામલે થયેલી વામપંથી વિચારકોના ઘર પર છાપામારી કરી તેમની ધરપકડ કરી હતી. આ મુદ્દે બોલીવુડના કલાકારોએ પણ અલગ-અલગ રીતે તેમનો અભિપ્રાય આપ્યો છે. શનિવારે સાંજે બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ આ અંગે જણાવ્યું હતું.
Published at : 01 Sep 2018 10:03 PM (IST)
Tags :
Swara BhaskarView More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement