શોધખોળ કરો
કિંગ ખાન શાહરૂખે પત્ની ગૌરીની તસવીર શેર કરી લખ્યો રોમેન્ટિક મેસેજ, જાણો વિગત
શાહરૂખે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર તેની પત્ની ગૌરી ખાનની છે. ગૌરી ખાનની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં તે અરીસા સામે બેસીને તૈયાર થતી નજરે પડે છે.

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનની લવ સ્ટોરી સમગ્ર દેશ જાણે છે. શાહરૂખે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર તેની પત્ની ગૌરી ખાનની છે. ગૌરી ખાનની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં તે અરીસા સામે બેસીને તૈયાર થતી નજરે પડે છે.
ધ વોગ મેગેઝિનના લેટેસ્ટ ઇસ્યુમાં શાહરૂખ ખાનના ખુબસુરત બંગલાની કેટલીક ઝલક જોવા મળશે. શાહરૂખે જે તસવીર શેર કરી છે તે પણ વોગ દ્વારા કરવામાં આવેલા એક ફોટો શૂટનો ભાગ છે. (ઈન્સ્ટાગ્રામ સૌજન્યઃ શાહરૂખખાન)
તસવીરના કેપ્શનમાં શાહરૂખે લખ્યું, ખૂબસુરત ઘર, જેને એક ખૂબસુરત ઘર બનાવતી વ્યક્તિએ બનાવ્યું છે. ગણતરીના કલાકોમાં જ આ તસવીરને લાખો લોકોએ લાઇક અને શેર કરી છે.View this post on Instagram
ધ વોગ મેગેઝિનના લેટેસ્ટ ઇસ્યુમાં શાહરૂખ ખાનના ખુબસુરત બંગલાની કેટલીક ઝલક જોવા મળશે. શાહરૂખે જે તસવીર શેર કરી છે તે પણ વોગ દ્વારા કરવામાં આવેલા એક ફોટો શૂટનો ભાગ છે. (ઈન્સ્ટાગ્રામ સૌજન્યઃ શાહરૂખખાન)
વધુ વાંચો