‘ચીયર્સ’ અને ‘ડ્રૉપ ડેડ ગૉર્ઝિયસ’ સ્ટાર Kirstie Alleyનું 71 વર્ષની ઉંમરે નિધન, કેન્સર સામે ઝઝૂમી રહી હતી
1991માં, કિર્સ્ટી એલીને "ચીયર્સ"માં રેબેકા હોવેની ભૂમિકા માટે એમી પુરસ્કાર અને ગૉલ્ડન ગ્લૉબથી સન્માનિત કરવામાં આવી હતી
Kirstie Alley Passed Away: ‘ચીયર્સ’ અને ‘ડ્રૉપ ડેડ ગૉર્ઝિયસ’ની સ્ટાર કિર્સ્ટી એલી (Kirstie Alley)નુ નિધન થઇ ગયુ છે, તે 71 વર્ષીની હતી, એલીના બાળકો, ટ્રૂ અને લિલી પાર્કરે જાણકારી આપી કે એક્ટ્રેસ કેન્સર સામે ઝઝૂમી રહી હતી. PEOPLE ને આપેલા નિવેદનમાં, ટ્રૂ અે લિલીએ કન્ફોર્મ કર્યુ કે કિર્સ્ટી એલીનુ સોમવારે નિધન થઇ ગયુ હતુ.
એક્ટ્રેસ કિર્સ્ટી એલીનું નિધન -
તેમને એક નિવેદનમાં કહ્યું કે,- અમને તમને બતાવતા દુઃખ થઇ રહ્યું છે કે, અમારી માં કેન્સર સામેની લડાઇમાં નિધન થઇ ગયુ છે. તાજેતરમાં જ તેમના કેન્સરનું ડાયગ્નૉઝ કરવામાં આવ્યુ હતુ, અને તાકાતથી લડી, જેટલી આઇકૉનિક તે સ્ક્રીન પ હતી, તેનાથી પણ વધુ માં અને દાદી હતી. તેના બાળકોએ બતાવ્યુ કે, કિર્સ્ટી એલીની સારવાર ફ્લૉરિડાના મૉફિટ કેન્સર સેન્ટરમાં ચાલી રહ્યો હતો, તેમને કહ્યું કે, અમે મૉફિટ કેન્સર સેન્ટરમાં ડૉક્ટરો અને નર્સોની ઇન્ક્રેડિબલ ટીમ માટે તેમની કેર માટે આભારી છીએ.
— Kirstie Alley (@kirstiealley) December 6, 2022
કેટલીય બેસ્ટ ફિલ્મોમાં કર્યો અભિનય, મળ્યા છે એવોર્ડ -
1991માં, કિર્સ્ટી એલીને "ચીયર્સ"માં રેબેકા હોવેની ભૂમિકા માટે એમી પુરસ્કાર અને ગૉલ્ડન ગ્લૉબથી સન્માનિત કરવામાં આવી હતી. શૉ સમાપ્ત થવાના વર્ષો બાદ, એલીને સિટકૉમ, "વેરોનિકાજ ક્લૉસેટ" અને મિનીસીરીઝ "લાસ્ટ ડૉન" માં પોતાના રૉલ માટે એવોર્ડ મળ્યા હતા, તેને ટીવી ફિલ્મ "ડેવિડ્સ મધર"માં સેલી ગુડસનના રૂપમાં પોતાની ભૂમિકા માટે પોતાનો બીજો એમી એવોર્ડ પણ હાંસલ કર્યો હતો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram