પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન
મોટા ભાગના લોકો નોકરી કરવાને બદલે પોતાનું કામ જાતે કરવાને વધુ સારું માને છે, પરંતુ પોતાનું કામ કે વ્યવસાય શરૂ કરવા માટે પ્રારંભિક રોકાણ જરૂરી છે.
મોટા ભાગના લોકો નોકરી કરવાને બદલે પોતાનું કામ જાતે કરવાને વધુ સારું માને છે, પરંતુ પોતાનું કામ કે વ્યવસાય શરૂ કરવા માટે પ્રારંભિક રોકાણ જરૂરી છે. મોટાભાગના લોકો તેમની સ્ટાર્ટઅપ શરૂ કરી શકતા નથી કારણ કે તેમની પાસે રોકાણ કરવા માટે પૈસા નથી. આવી સ્થિતિમાં, સરકારે લોકોની મદદ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ હેઠળ, સરકાર લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ભંડોળ પૂરું પાડે છે. આજે અમે તમને આવી જ કેટલીક યોજનાઓ વિશે જણાવીશું.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
પ્રધાનમંત્રી મુદ્રા યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બિન-કોર્પોરેટ અને બિન-કૃષિ નાના સાહસોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PM Mudra Loan Yojana )કેન્દ્ર સરકારની એક યોજના છે, જેમાં બિન-કોર્પોરેટ, બિન-કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહસો સાથે સંકળાયેલા લોકો પોતાના બિઝનેસ માટે કે વિસ્તરણ માટે લોન મેળવી શકે છે.
સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના
સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ SC/ST અને મહિલાઓને 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે.
ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ
ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ હેઠળ, માન્ય સ્ટાર્ટઅપ્સને ગેરંટી વિના લોન આપવામાં આવે છે. આ હેઠળ, DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ અને સ્થિર આવકના પ્રવાહ સાથે સ્ટાર્ટઅપ્સને લોન આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ
રોજગારી એ હાલના યુવા વર્ગની મુખ્ય સમસ્યા છે. ત્યારે લોકોને રોજગાર મળી રહે તે માટે સરકાર સતત નવી તકોનું સર્જન કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારની આ રોજગાર યોજના પણ લોકો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. આ યોજના હેઠળ ઉભરતા ઉદ્યોગસાહસિકો સેવા, વેપાર, ઉત્પાદન વગેરે જેવા ક્ષેત્રોમાં વ્યવસાયિક સાહસો શરૂ કરવા માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે.
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ, નવા સૂક્ષ્મ સાહસો સ્થાપવા અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગારી પેદા કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
રાશનકાર્ડ માટે ઓનલાઈન કઈ રીતે કરશો અરજી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ