મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા જતા પહેલા એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર તે વ્હાઇટ કલરનું પેન્ટ અને સ્કાય બ્લૂ કલરની શર્ટ, બ્રાઉન કોટ સાથે નજરે પડી હતી. સેન્ડલ પહેરીને અહીંયા પહોંચેલી કંગનાનો આ લુક કેઝ્યુઅલ હતો પરંતુ તેના હાથમાં રહેલી બ્રાઉન કલરની બેગ આકર્ષણનું કેન્દ્ર હતી.
2/3
કંગનાના હાથમાં રહેલી બ્રાઉન કલરની બેગની કિંમત સાંભળીને ભલભલા લોકોની આંખો પહોળી થઈ જશે.આ બેગ હરમંસ વિંટેડ બ્રિંકિન બેગ હતી. જેની કિંમત આશરે 10.67 લાખ રૂપિયા છે. તાજેતરમાં તે ફિલ્મ મણિકર્ણિકામાં નજરે પડી હતી. જેમાં તેણે રાણી લક્ષ્મીબાઇનો રોલ કર્યો હતો.
3/3
કાર્યક્રમમાં સામેલ થયા બાદ કંગનાએ વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે, તમારે જ ફરીથી પીએમ બનવું જોઈએ.