શોધખોળ કરો
Advertisement
સલમાન ખાન લોન્ચ કરવા જઇ રહ્યો છે નવી એક્ટ્રેસને, અક્ષય કુમાર સાથે કર્યું છે કામ
લેરિસા બોન્સી એક બ્રાઝીલિયન મોડલ, ડાન્સર છે. તેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમની સાથે બ્લોકબસ્ટર ગીત “સુબર હોને ન દે”ની સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ સલમાન ખાન હંમેશા પોતાની દરિયા દિલી અને બોલિવૂડમાં નવા ચેહરા લાવવા માટે જાણીતા છે. આ વખતે પણ નવા વર્ષે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રાઝીલિયન એક્ટ્રેસ અને મોડલ રેલિસા બોન્સીની એન્ટ્રી થવાની છે. તેની જાણકારી ખુદ લેરિસા બોન્સીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપી છે.
તેણે સલમાન ખાનની સાથે એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું, ‘હું બોલિવૂડના જાણીતા એક્ટર સલમાન ખાનની સાથે કામ કરવામાં ગર્વ અને ખુશી અનુભવું છું. મને તેના કામ અને તેના ચરિત્રથી ઘણું બધું શીખવા મળ્યું ચે હું તેમના કામથી પ્રભાવિત છું. હું ખુદને નસીબદાર હોવાનું અનુભવી રહી છું. મારું દિલ કૃતજ્ઞતા સાથે ધડકી રહ્યું છે...ધન્યવાદ#coming soon'
લેરિસા બોન્સી એક બ્રાઝીલિયન મોડલ, ડાન્સર છે. તેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમની સાથે બ્લોકબસ્ટર ગીત “સુબર હોને ન દે”ની સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. ઉપરાંત સુપર ડાન્સર ટાઈગર શ્રોફ, સૂરજ પંચોલીની સાથે કેટલાક મ્યૂઝિક વીડિયો આલ્બમ પણ કર્યા છે. તે માત્ર એક સારી ડાન્સર જ નથી પરંતુ એક સારી કલાકાર પણ છે. લેરિસા બોન્સીએ ટોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં “નેક્સ્ટ એની” અને “થિક્કા” જેવી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. જેણે હિન્દીમાં ડબ કર્યું હતું અને તેનું નામ બદલીને “રોકેટ રાજા” કરવામાં આવ્યું. બોલિવૂડમાં તેણે પોતાના અભિનયની શરૂઆત સૈફ અલી ખાનની “ગો ગોવા ગોન”માં એક સહાયક અભિનેત્રીની ભૂમિકાની ભજવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement