શોધખોળ કરો
Advertisement
લતા મંગેશકર ICUમાં, હેમા માલિની-શબાના આઝમીએ કરી પ્રાથના
બોલિવૂડ સિંગર લતા મંગેશકરને સોમવારે તબિયત ખરાબ હોવાના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુએમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુંબઈઃ બોલિવૂડ સિંગર લતા મંગેશકરને સોમવારે તબિયત ખરાબ હોવાના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુએમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. 29 સપ્ટેમ્બરે 90 વર્ષના થયેલા ગાયિકાને શ્વાસની તકલીફ પડતી હતી. જો કે હાલમાં તેમની તબિયત પહેલા કરતા સ્થિર છે.
લતા મંગેશકર પરિવારની ભત્રીજી રચનાએ જણાવ્યું કે તેમની તબીયત પહેલા કરતા વધારે સારી છે. તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર લતા મંગેશકરને કેટલાક દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.
બોલિવૂડ સ્ટાર્સ પણ તેમની તબિયતમાં જલ્દી સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. હેમા માલિનીએ ટ્વીટ કરી લખ્યું કે લતાજી માટે પ્રાર્થના કરો કે તેઓ જલ્દી સારા થઈ જાય. તેઓ હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે.
એક્ટ્રેસ શબાના આઝમીએ પણ ટ્વીટ કરી લતા જલ્દી સાજા થઈ જાય તેની દુઆ કરી છે.Prayers for @mangeshkarlata who is hospitalised & is reported to be in a critical condition. God give her the strength to come out of this crisis & continue to be in our midst. The nation prays for Bharat Ratna Lata ji, the nightingale of India🙏 pic.twitter.com/n9WKw6Drfw
— Hema Malini (@dreamgirlhema) November 12, 2019
@mangeshkarlata Aadab aur hazaron duayein ke aap fauran achchi hokar sahi salamat ghar aa jayein ..
— Azmi Shabana (@AzmiShabana) November 11, 2019
Request you all to say a prayer for health of @mangeshkarlata ji our irreplaceable precious Indian jewel who is in hospital . The power of prayers is limitless . 🙏🙏 @adinathmangesh
— Poonam Dhillon 🇮🇳 ੴ (@poonamdhillon) November 11, 2019
માત્ર હિન્દી ભાષામાં જ 1,000થી વધારે ગીતોમાં પોતાનો અવાજ આપનારા લતા મંગેશકરને 2001માં દેશના સર્વોચ્ચા નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.Request you all to say a prayer for health of @mangeshkarlata ji our irreplaceable precious Indian jewel who is in hospital . The power of prayers is limitless . 🙏🙏 @adinathmangesh
— Poonam Dhillon 🇮🇳 ੴ (@poonamdhillon) November 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement