શોધખોળ કરો
Advertisement
‘છપાક’ની રિલીઝ પર રોકની માંગ, કોર્ટમાં ગઈ લક્ષ્મી અગ્રવાલની વકીલ, જાણો વિગતે
દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ની રિલીઝ પર રોકની માંગને લઈ દિલ્હીની પટિયાલ હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ અપર્ણા ભટ્ટે આ અરજી દાખલ કરી છે. જેમાં તેણે કહ્યું, મેં એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કેસ વર્ષો સુધી લડ્યો પરંતુ ફિલ્મમાં મને ક્રેડિટ નથી આપવામાં આવી.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં ફસાતી નજરે પડી રહી છે. દીપિકા પાદુકોણની જેએનયુ મુલાકાત બાદ આ ફિલ્મને લઇ સોશિયલ મીડિયા પર ઘણો હંગામો ચાલી રહ્યો છે અને હવે એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના વકીલ અપર્ણા ભટ્ટ પણ ફિલ્મ મેકર્સથી નારાજ થઈ ગયા છે.
દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ની રિલીઝ પર રોકની માંગને લઈ દિલ્હીની પટિયાલ હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ અપર્ણા ભટ્ટે આ અરજી દાખલ કરી છે. જેમાં તેણે કહ્યું, મેં એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કેસ વર્ષો સુધી લડ્યો પરંતુ ફિલ્મમાં મને ક્રેડિટ નથી આપવામાં આવી. મેં ફિલ્મ ‘છપાક’ની સ્ક્રિપ્ટમાં પણ ઘણી મદદ કરી હતી. ફિલ્મના નિર્માતાએ મને ક્રેડિટ આપવામાં આવશે તેવો ભરોસો આપ્યો હતો પરંતુ તેમ કર્યુ નથી.
ફિલ્મ ‘છપાક’ની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જેનું કારણ દીપિકા પાદુકોણનો દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં જઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનું છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દીપિકાના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે અમુક ‘છપાક’નો બહિષ્કાર કરવાની વાત કરે છે. ‘છપાક’ દિલ્હીની એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની જિંદગી પરથી પ્રેરિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે વિક્રાંત મૈસી, અંકિત બિષ્ટ સહિતના એકટર્સ છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. JNU હુમલા પર સુનીલ શેટ્ટીએ કહ્યું- માસ્ક પહેરીને આવો છો અને ખુદને મર્દ કહો છો ઓસ્ટ્રેલિયામાં 10,000 જંગલી ઊંટને મારવાનો અપાયો આદેશ, કારણ જાણીને તમે રહી જશો દંગ રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવ સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખLawyer Aparna Bhatt files plea in Delhi's Patiala House Court seeking stay on film #Chhapaak. Bhatt in her plea has claimed that she was the lawyer for acid attack victim Laxmi for many years and yet she has not been given credit in the film. pic.twitter.com/RuTkzYJnJg
— ANI (@ANI) January 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement