શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયામાં 10,000 જંગલી ઊંટને મારવાનો અપાયો આદેશ, કારણ જાણીને તમે ચોંકી જશો
હેલીકોપ્ટરથી કેટલાક પ્રોફેશનલ શૂટર 10,000થી વધારે જંગલી ઊંટોને ઠાર કરશે.
કેનબરાઃ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં પાણીની તંગની કારણે ત્યાં 10,000 જંગલી ઊંટોને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના અનંતુ પીતજંતજતારા યનકુનિતઝ્ઝર લૈંડ્સ (Anangu Pitjantjatjara Yankunytjatjara lands) એટલે કે APY ના અબૉર્જિનલ નેતાએ બુધવારે આ આદેશ જાહેર કર્યો હતો. તેમના આદેશ પ્રમાણે હેલીકોપ્ટરથી કેટલાક પ્રોફેશનલ શૂટર 10,000થી વધારે જંગલી ઊંટોને ઠાર કરશે.
ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ ઓસ્ટ્રેલિયાના લોકો સતત ફરિયાદ કરતા હતા કે આ જાનવર પાણીની શોધમાં તેમના ઘરમાં ઘૂસી જાય છે. જે બાદ 10,000 ઊંટોને મારવાનો ફેંસલો લેવાયો હતો. આ જાનવર ગ્લોબલ વોર્મિંગને વધારી રહ્યા છે, કારણકે તેઓ એક વર્ષમાં એક ટન કાર્બન ડાયોકસાઇડના બરાબર મીથેનનું ઉત્સર્જન કરી રહ્યા છે.
APY ના કાર્યકારી બોર્ડના સભ્ય મારિયા બેકરે કહ્યું, અમે જોયું કે ઊંટ ઘરની અંદર ઘૂસી રહ્યા છે અને એરકન્ડીશનરના માધ્યમથી પાણી પીવાની કોશિશ કરી રહ્યા છે. આ ઊંટ વધારે પાણી પીવે છે અને તેથી તેમને મારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. જંગલી ઊંટની વસતી નવ વર્ષમાં બમણી થઈ જાય છે.
કાર્બન ખેતીના વિશેષજ્ઞ અને રેગેનાકો કંપનીના સીઈઓ ટિમ મૂરે કહ્યું, આ જાનવર પ્રતિ વર્ષ એક ટન કાર્બન ડાયોકસાઇડના બરાબર મીથેનનું ઉત્સર્જન કરે છે. જે સડકો પર દોડતી વધારાની 4,00,000 કાર બરાબર છે.
ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ
સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખ
રાજ્યમાં પવનની દિશા બદલાશે, બે દિવસ કાતિલ ઠંડીનો થશે અનુભવ
ICC અંડર 19 વર્લ્ડકપ માટે એમ્પાયર અને મેચ રેફરીના નામ થયા જાહેર, જાણો ભારતમાંથી કોની થઈ પસંદગી, જુઓ લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement