Dilip kumar Madhubala love story: મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાણી આ રીતે થઇ હતી શરૂ, એક્ટ્રેસે પહેલી વખત પત્ર લખી કહ્યું હતું કે...
ફિલ્મ તરાનાની શૂટિંગ દરમિયાન મધુબાબાએ મેકઅપ આર્ટિસ્ટના સાથે દિલીપ કુમારને એક પત્ર મોકલ્યો હતો. તેમાં એક લાલ ગુલાબ પણ હતું. પત્રમાં મધુબાલાએ લખ્યું હતું કે, જો આપ મને ચાહતા હો તો આ ગુલાબ કબૂલ કરો ..
Dilip kumar Madhubala love story: ફિલ્મ તરાનાની શૂટિંગ દરમિયાન મધુબાબાએ મેકઅપ આર્ટિસ્ટના સાથે દિલીપ કુમારને એક પત્ર મોકલ્યો હતો. તેમાં એક લાલ ગુલાબ પણ હતું. પત્રમાં મધુબાલાએ લખ્યું હતું કે, જો આપ મને ચાહતા હો તો આ ગુલાબ કબૂલ કરો ..
દિલીપ કુમાર-મધુબાલાની લવ સ્ટોરી: ફિલ્મમાં તો દિલીપ કુમારની સાથે ટ્રેજેડી થતી રહેતી હતી પરંતુ રીલ લાઇફની જેમ રિયલ લાાઇફ પણ તેની સાથે ટ્રેજેડી થઇ હતી. મુધબાલા અને દિલીપ કુમારની મહોબતની શરૂઆત તો એક ગુલાબના ફુલથી થઇ હતી પરંતુ આ મહોબતની રાહમાં અનેક કાંટા જ કાંટા હતા. વર્ષ 1951માં દિલીપ કુમાર અને મધુબાલા ફિલ્મ તરાનામાં એક સાથે કામ કર્યું હતું.
તે સમયે દિલીપ કુમારને એ ખબર ન હતી કે, મધુબાલા મનોમન તેમને પ્રેમ કરે છે. ફિલ્મ તરાનાની શૂટિંગ મધુબાલાએ તેમના નજીકની મેકઅપ આર્ટિસ્ટની સાથે દિલીપ કુમારને એક પત્ર મોકલ્યો હતો. તેમાં એક લાલ ગુલાબ પણ હતું. પત્રમાં મધુબાલાએ લખ્યું હતું કે, જો આપ મને ચાહતા હો તો આ ગુલાબ કબૂલ કરો નહિ તો પરત મોકલી દો.
મધુબાલાની કમાણીથી ઘર ચાલતું હતું
મધુબાલાની મહોબ્બતની આ નિશાનીને દિલીપ કુમારે ખુશી-ખુશી કબૂલ કરી હતી અને ત્યારબાદ ફરી ફિલ્મ તરાનાના સેટસ પર દિલીપ કુમાર અને મધુબાલાની અસલી લવ સ્ટોરી પણ પરવાન ચઢવા લાગી હતી. બીજી બાજુ મધુબાલાની કમાણીથી તેના ઘર ચાલતું હતું આ કારણે તેના પિતા ન હતા ઇચ્છતાં કે મધુબાલા કોઇ પ્રેમ સંબંધના ચક્કરમાં પડે. જો કે એકબીજાના પ્રેમમાં ચકચૂર મધુબાલા અને દિલીપ કુમાર એકબીજાને મળવાના રસ્તા શોધી જ લેતાં હતા.
મુગલ આઝમની શૂટિંગ દરમિયાન જ્યારે દિલીપ કુમાર શૂટિંગ ન હોય તો પણ તે સેટ પર માત્ર મુધબાલાને જોવા માટે પહોંચી જતાં હતા. સેટ પર શૂટ કરતી મધુબાલાને નિહાળતા રહેતા, શબ્દ તો નિશબ્દ હતા પરંતુ આંખોથી અનેક વાતો થઇ જતી હતી.
મુગલ એ આઝમથી પરવાન ચઢી બંનેની લવ સ્ટોરી
ફિલ્મ મુગલે એ આઝમ બંનેની પ્રણય કહાણીની શરૂઆત અને અંતની સાક્ષી કહી છે. આ ફિલ્મનું શૂટિંગ 10 વર્ષ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન જ દિલીપ કુમાર, મધુબાલાની પ્રેમકહાણી શરૂ થઇ, પરવાન ચઢી અને ખતમ પણ થઇ ગઇ,આ ફિલ્મ માટે અનગિનત અભિનેત્રીના સ્ક્રિન ટેસ્ટ થયા હતા પરંતુ આખરે મુગલ એ આઝમ માટે મધુબાલાની પસંદગી થઇ.