Priyanka Chopra Birthday: 39 વર્ષની થઇ બોલિવૂડની દેશી ગર્લ, કેટરિનાએ આવા અંદાજમાં કર્યું વિશ
એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજે તેમનો 39મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેમના આ સ્પેશિયલ ડે પર તેમને કેટરિના સહિતના સેલેબ્સે વિશ કર્યું છે.
એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજે તેમનો 39મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેમના આ સ્પેશિયલ ડે પર તેમને કેટરિના સહિતના સેલેબ્સે વિશ કર્યું છે.
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજે 39 વર્ષની થઇ ગઇ છે. પ્રિયંકા ચોપડાએ બોલિવૂડની સાથે હોલિવૂડમાં પણ પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બર્થ ડે પહેલા તેમણે સ્વિમ શૂટનો ફોટો શેર કર્યો હતો. તો કેટરિના કેફે તેમનો પ્રિયંકા ચોપડાનો એક સુંદર ફોટો શેર કરીને તેમને બર્થ ડે વિશ કર્યુ.
કેટરિનાએ કર્યો બર્થ ડે વિશ
પ્રિયંકાનો ફોટો શેર કરતા કેટરિનાએ લખ્યું કે, “ગુરૂજીના આપણા દિવસોથી હું આપના પાછળ ડાન્સ કરવા માટે કેવી ડરતી હતી. જો કે આપની ફાયર અને ડ્રાઇવે મને પ્રેરિત કરી છે. હંમેશા પ્રગતિ કરતી રહો અને ખુશ રહો, હેપ્પી બર્થ ડે પ્રિયંકા ચોપડા”
માઘુરીએ શેર કરી આ તસવીર
બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પ્રિયંકાને બર્થ ડે વિશ કરતા લખ્યું કે, “મને તારા પર ગર્વ છે. ખુશ રહો અને આમ જ આગળ વધતી રહે. આગળની જિંદગી માટે શુભકામના”
બિપાસાએ આ રીતે કર્યુ વિશ
બિપાસા બાસુએ પણ પ્રિયંકાની એક ફોટ શેર કરતા લખ્યું “ હેપ્પી બર્થ ડે”
પ્રિયંકાએ શેર કરી બર્થ ડે ફોટો
બર્થ ડેની પૂર્વંસંધ્યાએ પ્રિયંકાએ તેમની સ્વિમ શૂટની તસવીર ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં તે ખૂબ જ હોટ દેખાતી હતી. પ્રિયંકાની આ ફોટોને થોડા સમયમાં જ લાખોની સંખ્યામાં લાઇક્સ મળી ચૂક્યાં હતા. ફેન્સને તેમનો આ અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે.