શોધખોળ કરો
મુશ્કેલીમાં એ આર રહેમાન, હાઈકોર્ટે આ મામલે ફટકારી નોટીસ
જાણીતા સંગીતકાર એ.આર. રહેમાનને ટેક્સ ચોરીના મામલે મદ્રાસ હાઈકોર્ટે એક નોટીસ ફટકારી છે.

ચેન્નઈ: ટેક્સ ચોરીના મામલે મદ્રાસ હાઈકોર્ટે જાણીતા સંગીતકાર એ.આર. રહેમાનને એક નોટીસ ફટકારી છે. ઈનકમ ટેક્સ વિભાગે આરોપ લગાવ્યો છે કે, રહેમાને કર ચોરીના એક માધ્યમ તરીકે પોતાના ફાઉન્ડેશનનો ઉપયોગ કર્યો, જેમાં તે મેનેજિંગ ટ્રસ્ટી છે અને તેમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુ આવક થઈ છે. વિભાગે હાઈકોર્ટનું વલણ અપનાવી અહીં આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલના એ નિર્ણયને પડાકાર્યો હતો, જેના અંતર્ગત ચેન્નઈમાં ઈન્કમટેક્સના પ્રિન્સિપલ કમિશ્નરના આદેશને રદ કરી દીધો હતો. ન્યાયાધીશ ટીએસ શિવગનાનમ અને ન્યાયાધીશ વી ભવાની સુબ્બરયનની ખંડપીઠે આયકર વિભાગની દલીલ નોંધી અને સંગીતકારને નોટીસ પાઠવી છે. આવકવેરા વિભાગના વકીલ ટીઆર સેન્થિલ કુમાર અનુસાર રહેમાને બ્રિટનની લિબ્રા મોબાઈલ્સ સાથે કરેલી એક ડીલના સંબંધમાં રહેમાનને આકરણી વર્ષ 2011-12માં 3.47 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેમણે કંપની માટે ખાસ રિંગટોનની ધૂન તૈયાર કરવા માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો અને આ કોન્ટ્રાક્ટ ત્રણ મહિના સુધી લીધો હતો. કોન્ટ્રાક્ટ અનુસાર રહેમાને કંપનીને આ મહેનતાણું પોતાના મેનેજમેન્ટવાળા ફાઉન્ડેશનમાં સીધા ચૂકવવાનનો નિર્દેશ કર્યો હતો. ઈનકમ ટેક્સ વિભાગ રહેમાને 2010-11માં લિબ્રા મોબાઈલ પાસેથી 3,47,77,200 રૂપિયા એક કલાકાર તરીકે મેળવ્યા હતા, જેના પર ટેક્સ લાગવો જોઈએ અને આકરણી અધિકારીએ ફરી આકલનના આદેશમાં વિચાર કર્યો નહોતો. સાથે રહેમાને 2011-12ના આવકવેરા રિટર્નમાં વ્યવસાયિક ફીની પાવતીનો ઉલ્લેખ કર્યો નહોતો. તેની જગ્યાએ કરદાતાએ આ ચૂકવણીને એ આર રહેમાન ફાઉન્ડેશનના ખાતામાં મુકી. આ ફાઉન્ડેશન આવકવેરા અધિનિયમ અંતર્ગત કરમાંથી છૂટ પ્રાપ્તવાળી સંસ્થા છે.
વધુ વાંચો





















