આ શરત પર Mahesh Babu સાથે થયા હતા Namrata Shirodkarના લગ્ન, કરિયરને અલવિદા કહેવું પડ્યું
Namrata Shirodkar On Marriage: નમ્રતા શિરોડકર અને મહેશ બાબુએ લગ્નના 17 વર્ષ પૂર્ણ કર્યા છે. લગ્નના આટલા વર્ષો પછી અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે મહેશ બાબુ સાથે કઈ શરતે લગ્ન કર્યા હતા.
Namrata Shirodkar On Marriage With Mahesh Babu: મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે. આ સેલિબ્રિટી કપલ બે બાળકોના માતા-પિતા છે. મહેશ સાથે લગ્ન કરતા પહેલા, નમ્રતા એક પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી હતી. જેને 'કચ્છે ધાગે', 'વાસ્તવઃ ધ રિયાલિટી' અને 'પુકાર' જેવી ફિલ્મો કરી હતી. 1993માં તેને ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ મળ્યો હતો. જોકે, 2005માં મહેશ બાબુ સાથેના લગ્ન બાદ તેણે શોબિઝ છોડી દીધું હતું. આખરે નમ્રતાએ પોતાની ફિલ્મી કરિયર છોડવાનો નિર્ણય કેમ લીધો. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.
મહેશ બાબુએ લગ્ન પહેલા આ શરત રાખી હતી
એક ઇંટરવ્યૂમાં નમ્રતા શિરોડકરે કહ્યું, 'મહેશ એકદમ સ્પષ્ટ હતો કે તેને કામ ન કરતી પત્ની જોઈએ છે. જો હું ઓફિસમાં કામ કરતો હોઉં તો પણ તે મને નોકરી છોડવાનું કહેતો. એવી કેટલીક વસ્તુઓ છે જે અમારી પાસે એકબીજા માટે હતી.
નમ્રતાએ લગ્ન પહેલા તમામ ઓફિશિયલ કામ પૂર્ણ કરી લીધા
અભિનેત્રીએ આગળ કહ્યું, 'અમે ખૂબ જ સ્પષ્ટ હતા કે અમે લગ્ન પછી પહેલા એપાર્ટમેન્ટમાં રહીશું કારણ કે હું મુંબઈની હતી. અને મને ખબર નહોતી કે હું આ મોટા બંગલામાં કેવી રીતે ફિટ થઈશ. હું ડરતી હતી તેથી તે મારી સાથે એક એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યો. મારી એક જ શરત હતી કે જો હું હૈદરાબાદ આવવાની છું તો હું એપાર્ટમેન્ટમાં રહીશ. એ જ રીતે તે પણ સ્પષ્ટ હતો કે તે નથી ઈચ્છતો કે હું કામ કરું. એટલા માટે અમે થોડો સમય લીધો જેથી હું મારી તમામ ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી શકું. જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે મારી પાસે કોઈ કામ નહોતું. મેં મારી બધી પેન્ડિંગ ફિલ્મો પૂરી કરી દીધી હતી. અમારી વચ્ચે ઘણી પારદર્શિતા હતી.
સિતારા અનપ્લાન્ડ બાળક
નમ્રતાએ વધુમાં જણાવ્યું હતું કે તેણી અને મહેશ લગ્ન પછી તરત જ બાળક ઇચ્છતા હતા. દીકરી સિતારા અનપ્લાન્ડ બાળક છે. તેણે કહ્યું કે અભિનય હવે તેના માટે નાથી. તેણે સ્પષ્ટ કર્યું કે હવે તેની પાસે પરિવારને છોડીને સેટ પર રહેવાની ધીરજ નથી. મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરે 2005માં લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી તેમના પુત્ર ગૌતમ કૃષ્ણનો જન્મ થયો. અને ફરી એકવાર વર્ષ 2012માં બંને દીકરી સિતારાના માતા-પિતા બન્યા.