મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસના કારણે બોલીવૂડમાં જાણીતી છે. 45 વર્ષની મલાઈકા 30 વર્ષની યુવતીઓને શરમાવે તેવું ફિગર ધરાવ છે. માત્ર બોલીવૂડ જ નહી પરંતુ દરેક લોકો મલાઈકાની ફિટનેસના દિવાના છે.
2/5
ફિટનેસની દુનિયામાં મલાઈકા હંમેશા ચર્ચામાં બની રહે છે. દરરોજ સોશિયલ મીડિયા પર મલાઈકાની તસવીરો વાયરલ થતી રહે છે. જેમાં તે જિમમાં જતી નજરે પડે છે. દરરોજ મલાઈકા અલગ-અલગ આઉટ ફિટ્સમાં જોવા મળે છે.
3/5
1973માં જન્મેલી મલાઈકા અરોરા 45 વર્ષની છે, પરંતુ ફિટનેસના મામલે તે યંગ એક્ટ્રેસને પણ માત આપે છે. મલાઈકા રેગ્યૂલર જિમ જાય છે અને કલાકો સુધી વર્ક આઉટ કરે છે.
4/5
આજની પેઢીની નવી અભિનેત્રીઓને મલાઈકા ફિટનેસ મામલે માત આપી રહી છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાંથી સમય કાઢી મલાઈકા પોતાના શરીરને એકદમ ફિટ રાખે છે.
5/5
મલાઈકા જિમ જતી વખતે પણ ફેશનની કાળજી રાખે છે. મલાઈકાનો જિમ લૂક લાખો યુવતીઓ માટે ઈન્સપિરેશન છે. મલાઈકા હંમેશા ટ્રેન્ડી અને હોટ લૂકમાં જોવા મળે છે.