શોધખોળ કરો

Malayalam Actor ND Prasad Died: મલયાલમ એક્ટરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પુત્રને ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો

મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ એક્ટર એનડી પ્રસાદે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

Malayalam Actor ND Prasad Died: મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ એક્ટર એનડી પ્રસાદે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. એનડી પ્રસાદનો મૃતદેહ તેમના ઘરની બહાર ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. 43 વર્ષની ઉંમરે એનડી પ્રસાદે આત્મહત્યા કરી લેતાં હડકંપ મચી ગયો છે. જો કે, હાલ આત્મહત્યાના કારણ જાણવા નથી મળ્યું. પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે કે, એક્ટર પોતાના પરિવારના મુદ્દાઓને લઈ પરેશાન હતા.

પુત્રએ જોયો પિતાનો મૃતદેહઃ
અહેવાલો અનુસાર, 25 જૂનના રોજ સાંજે 6:30 વાગ્યાની આસપાસ એનડી પ્રસાદના (ND Prasad) પુત્રએ તેના પિતાની લાશ ઘરની બહાર ઝાડ પર લટકતી જોઈ, ત્યારબાદ તેણે પડોશીઓને તેની જાણ કરી અને પછી પોલીસને જાણ કરવામાં આવી. ઈન્ડિયન એક્સપ્રેસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, પોલીસનું માનવું છે કે, અભિનેતાએ પારિવારિક સમસ્યાઓના કારણે આ પગલું ભર્યું છે.

પત્ની અલગ રહેતા હતા એનડી પ્રસાદ:
પોલીસના જણાવ્યા અનુસાર, એનડી પ્રસાદ ઘરેલું ઝઘડાઓને કારણે માનસિક તણાવમાં હતા અને ઘરેલુ હિંસાનો પણ શિકાર બન્યા હતા. અભિનેતાની પત્ની પણ છેલ્લા કેટલાક મહિનાઓથી તેનાથી અલગ રહેતી હતી. તેમના મૃત્યુના થોડા દિવસો પહેલા તેઓ ખૂબ જ હતાશા અનુભવતા હતા. પોલીસે એ પણ માહિતી આપી હતી કે અભિનેતા પર ડ્રગ્સ રાખવાનો આરોપ પણ લાગ્યો હતો. આબકારી વિભાગે ગયા વર્ષે આ આરોપમાં તેની ધરપકડ કરી હતી, જ્યારે અભિનેતા પાસેથી 2.5 ગ્રામ હશીશ તેલ, 15 ગ્રામ ગાંજા અને એક પિસ્તોલ પણ મળી આવી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એનડી પ્રસાદે 'ઇબા' અને 'કરમાણી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'એક્શન હીરો બીજુ'માં એનડી પ્રસાદે વિલનનું પાત્ર ભજવ્યું હતું, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget