શોધખોળ કરો

Heart Attack Death: 24 વર્ષની આ અભિનેત્રીનું હાર્ટ અટેકના કારણે નિધન, ઇન્સ્ટા પર આ હતી છેલ્લી પોસ્ટ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે મલયાલમ અભિનેત્રી લક્ષ્મિકા સજીવનનું 24 વર્ષની વયે નિધન થયું છે.

Actress Death:સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ અભિનેત્રી લક્ષ્મિકા સજીવનનું 24 વર્ષની વયે અવસાન થયું. આ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જબરદસ્ત આંચકો લાગ્યો છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની યુવા અભિનેત્રી લક્ષ્મિકા સજીવન તેની અભિનય કુશળતા માટે જાણીતી હતી. લક્ષ્મિકા સજીવને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. લક્ષ્મિકા સજીવનના નિધનના સમાચારથી મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે.

લક્ષ્મિકા સજીવનનું નિધન

લક્ષ્મિકા સજીવનનું શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં અવસાન થયું. અભિનેત્રીનું અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે શારજાહની એક બેંકમાં કોઈ કામ માટે ગઈ હતી. લક્ષ્મિકા સજીવને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મલાયલ શોર્ટ ફિલ્મ 'કાક્કા' થી મળી હતી. મેળવ્યું હતું, જેમાં તેણે પંચમીની મુખ્ય ભૂમિકા ભજવીને બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેના કામને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. લક્ષ્મિકા સજીવનની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે સૂર્યાસ્તની એક સુંદર તસવીર શેર કરી, જેમાં તેના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.   

View this post on Instagram
 
A post shared by Lakshmika Sajeevan (@lakshmikasajeevanoffical)

લક્ષ્મિકા લાઈવ એક્શન ફિલ્મ 'કક્કા'માં ગરીબ છોકરીની ભૂમિકા ભજવવા માટે જાણીતી હતી. ફિલ્મમાં તેના પાત્રને ઘાટા રંગ અને મોટા દાંત સાથે બતાવવામાં આવ્યું હતું. 'કક્કા'નું નિર્દેશન અજુ અજીશે કર્યું હતું. આ ફિલ્મમાં લક્ષ્મીકા સજીવન ઉપરાંત ગંગા સુરેન્દ્રન, સતીશ અંબાડી, શ્રીલા નલેદમ અને વિપિન નીલ પણ હતા. ફિલ્મને OTT પર 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ફિલ્મ 'કક્કા' 14 એપ્રિલ, 2021ના રોજ રીલિઝ થઈ હતી.

લક્ષ્મિકા સજીવને 'પુઝયમ્મા', 'પંચવર્ણથા', 'સાઉદી વેલાક્કા', 'ઉયારે', 'ઓરુ કુટ્ટનાદન બ્લોગ', 'ઓરુ યમંદન પ્રેમકથા' અને 'નિત્યાહરિથા નાયગન' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી છેલ્લે પ્રશાંત બી મોલીકલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કૂન'માં જોવા મળી હતી. ફિલ્મ 'પુજ્યામ્મા'માં દેવયાનીની ટીચરની ભૂમિકા માટે પણ તેને લોકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. તે 2021 માં રિલીઝ થઈ હતી અને તેનું નિર્દેશન વિજેશ મણિ દ્વારા કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Embed widget