શોધખોળ કરો
Advertisement
બિગ બોસ-13માં આ હોટ એક્ટ્રેસની થશે એન્ટ્રી વીડિયો શેર કરી કર્યો ખુલાસો
મલ્લિકા કારમાં બેસતી જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘બિ બોસ શૂટ માટે જઈ રહી છું, કોઈ આઈડિયા?’.
મુંબઈઃ બિગ બોસ 13માં દર સપ્તાહે કોઈને કોઈ ગેસ્ટની એન્ટ્રી અને કન્ટેસ્ટન્ટની વાઈલ્ડ કાર્ડ એ્ટ્રી લોકો માટે સરપ્રાઈઝિંગ રહે છે. આ વખતે પણ સોના વીકેન્ડ વારમાં મલ્લિકા શેરાવત મહેમાન તરીકે જોવા મળશે. તેણે સોશિયલ મીડિયા પર આ સાથે જોડાયેલ એક વીડિયો શેર કરી બિગ બોસના ગમાં એન્ટ્રી કરવાની હિન્ટ આપી છે.
આ વીડિયોમાં મલ્લિકા કારમાં બેસતી જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘બિ બોસ શૂટ માટે જઈ રહી છું, કોઈ આઈડિયા?’. તેના આ વીડિયોનો ઈશારો એ જ છે કે બિગ બોસના ઘરમાં મહેમાન તરીકે તે આવશે. જોવાનું એ રહ્યું કે મલ્લિકા શેરાવત બિગ બૉસમાં પહોંચી રહી છે કે નહીં. બિગ બૉસ 13 ની વાત કરીએ તો અસીમ રિયાઝ ઘરનો નવો કેપ્ટન બની ગયો છે અને ઘરમાં જોરદાર લડાઇ ચાલી રહી છે. વિતેલા વિકેન્ડ વારમાં હિતેન તેજવાની અને કામ્યા પંજાબીએ કન્ટેસ્ટન્ટને સત્યનો અરીસો બતાવ્યો હતો.
આ ઉપરાંત શોમાં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઇ વચ્ચે ઝઘડો યથાવત છે. પારસ છાબરા, મહિરા શર્મા અને શહનાઝ ગિલના પ્રેમ ત્રિકોણો પણ ચર્ચામાં છે. માસીરા શર્મા અને શહનાઝ ગિલની લડાઇ ચાલું છે. આ સાથે જ શહનાઝની મૂર્ખામીથી સિદ્ધાર્થ પણ ખૂબ ગુસ્સે થયો છે. વિતેલા સપ્તાહે શોમાં ગુત્થી બનેલ સુનીલ ગ્રોવરની એન્ટ્રી પણ ઘણી મજેદાર રહી હતી. તેણે સલમાન સાથો રોમાન્સ પણ કર્યો હતો. એક્સ-કન્ટેસ્ટન્ટ્સ હિના ખાન અને પ્રિયંકા શર્મા પણ ઘરમાં પોતાના આલબમના પ્રમોશન માટે પહોંચ્યા હતા. તેમણે ઘરમાં હાઈસમેટ્સ માટે એક ગેમ પણ હોસ્ટ કરી હતી. હવે આ વીકેન્ડ કા વાર મલ્લિકા શું નવું કરે છે, તે જોવાનું રસપ્રદ રહેશે.View this post on InstagramOn my way to shoot for Big Boss , any ideas :)? @colorstv @voot #bigboss #bigboss13
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement