(Source: ECI/ABP News/ABP Majha)
Helicopter ઉપર યુવક બેઠો અને હેલિકોપ્ટર ઉડ્યું, ખતરનાક Stuntનો વીડિયો જોઈને લોકોના હોશ ઉડ્યા
સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર સ્ટંટના વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. હેલિકોપ્ટર પર આવો સ્ટંટ તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે.
Trending Video: સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર સ્ટંટના વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. હેલિકોપ્ટર પર આવો સ્ટંટ તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે. આ સ્ટંટ જોઈને ઈન્ટરનેટના લોકો પણ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. આ ખતરનાક સ્ટંટ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
આવો હવે અમે તમને આ વાયરલ વીડિયો વિશે વિગતવાર માહિતી આપીએ. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હેલિકોપ્ટરની પાંખની વચ્ચે ઉભો છે. અત્યાર સુધી એ અંદાજ નથી લગાવી શકાતો કે હવે આગશૃળ શું થશે.
જેમ જેમ વીડિયો આગળ વધે છે, તમે જોશો કે હેલિકોપ્ટરનો પંખો ફરવાનું શરૂ કરે છે અને સ્ટંટમેન પંખા ઉપર બેસે છે. હેલિકોપ્ટરની પાંખો ધીમે ધીમે ગતિ પકડવા લાગે છે અને સ્ટંટ સવાર પણ તેમની સાથે ઝડપથી ઘુમવા લાગે છે.
સ્ટંટમેન નિયંત્રણ જાળવી રાખે છેઃ
થોડા જ સમયમાં હેલિકોપ્ટરની ઝડપ ખૂબ જ વધી જાય છે, પરંતુ સ્ટંટમેનનું સંતુલન બિલકુલ બગડતું નથી. સ્ટંટમેન હેલિકોપ્ટરની પાંખો સાથે ગોળ ગોળ ફરે છે અને નિયંત્રણ જાળવી રાખે છે. આ વીડિયો જોઈને બધાના રૂંવાડા ઉભા થઈ ગયા છે. જો તમે હજુ સુધી આ વીડીયો ના જોયો હોય તો હવે ચોક્કસ જોજો.
View this post on Instagram
વીડિયો વાયરલ થયોઃ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wastedjr નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. 7 ઓગસ્ટના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 3 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'આ કેવી રીતે શક્ય છે?' તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું, 'ના, હું આ ક્યારેય ટ્રાય નહી કરું.'