કંગના રનૌત તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ મનિકર્ણિકાનું પ્રમોશન કરી રહી છે. એક પ્રમોશન ઇવેન્ટમાં તેણીએ કહ્યું કે, માત્ર 31 વર્ષની ઉંમરે તે પોતે ફિલ્મ મેકર છે. ત્રણ-ચાર નેશનલ એવોર્ડ તેને મળી ચૂક્યા છે. બોલિવૂડ પર નિશાન તાકતા કંગનાએ કહ્યું કે, એ લોકો પોતાને પ્રમોટ કરી લે તો પણ ઘણુ છે.
2/4
તેણીએ આક્ષેપ કરતા કહ્યું કે, તેના દાદાની ઉંમરનાં લોકો તેની સામે ભેગા થયા છે અને તેને પાડી દેવા માંગે છે. શું તેમને શરમ નહીં આવતી હોય? હું તેમના સાથે કામ પણ કરવા માંગતી નથી અને આ વાત હું પહેલા પણ કરી ચૂકી છું”. કંગનાએ કહ્યું કે, ઝાંસીની રાણી પરની ફિલ્મ કંગના વિશે નથી એ આવનારી પેઢીઓ માટે છે. હું બોલિવૂડનાં લોકોને કહ્યું છું, કે, “હું એ બધાને જોઇ લઇશ”.
3/4
કંગનાએ કહ્યું કે, શું ઝાંસીની રાણી તેની કાકી હતી? ઝાંસીની રાણી એ એટલી જ મારી છે જેટલી તમારા સૌની છે. તો પછા આ બધા લોકો શા માટે ડરેલા છે? એ લોકો એટલા માટે ચિંતા કરે છે કે હું બોલિવૂડમાં સગાવાદની વાત કરુ છું. નોંધનીય છે કે, બે વર્ષ પહેલા કંગનાએ કરણ જૌહરનાં કોફી વિથ કરણ શોમાં બોલિવૂડમાં ચાલી રહેલા સગાવાદનાં મુદ્દાને છેડ્યો હતો.
4/4
નવી દિલ્હીઃ ફિલ્મી પડદે મણિકર્ણિકાની દમદાર ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ કંગના રનૌત બોલિવૂડ પર ભડકી છે. કહ્યું કે, બોલિવૂડમાં હું બધાને જોઇ લઇશ. તેણે બોલિવૂડ પર આરોપ લગાવ્યો છે કે, બધા ભેગા મળીને તેની સામે ગેમ રમી રહ્યા છે અને એ બધા સગાવાદ ચલાવે છે.